________________
તત્કાર્યાધિગમ સૂત્ર
ગ્રન્થ રચ્યા છે એમ નહિ! દિગમ્બરોએ પણ ઘણું ખેડાણ કર્યું છે. અપેક્ષાએ એમ પણ કહી શકાય કે આ સૂત્ર ઉપર શ્વેતામ્બર કરતાં દિગમ્બરોનું ખેડાણ વધુ છે. અનેક રચનાઓ આ સૂત્ર પર આજ સુધી થવા પામી છે... એમાંની એક સ્વોપજ્ઞ રચના છે આ ભાષ્ય એના પર ગુજરાતી અનુવાદ કરવાનું કામ મારા સુસંયમી વૈયાવચ્ચનિપુણ અભ્યાસુ સુવિનેય મુનિશ્રી અક્ષયચંદ્ર સાગરજી એ ખંતથી કરીને એ ગૌરવવંતા સૂત્ર પર નવી યશકલગીનું આરોપણ
કર્યું છે!
એની મને બેહદ-ખુશી છે. તેઓનો અભ્યાસુ અને ખંતીલો સ્વભાવ આવા અન્ય કાર્યોનું ઉપાર્જન કરે એવી હાર્દિક શુભ કામના સાથે...
-હેમચંદ્રસાગર
Jain Education Intemational
For Personal & Private Use Only
www.jainelibrary.org