________________
૪૨
તત્ત્વાર્થાધિગમ સૂત્ર
અધ્યાય - ૨
ઉપકાર કરનાર જે સાધન તે ઉપકરણેજિય.../૧ણા
सूत्रम्- लब्ध्युपयोगौ भावेन्द्रियम् ॥२-१८॥ અર્થ- લબ્ધિ (ક્ષયોપશમરૂપ) અને ઉપયોગ એ ભાવેન્દ્રિય છે.
भाष्यम्- लब्धिः उपयोगश्च भावेन्द्रियं भवति, लब्धिर्नाम गतिजात्यादिनामकर्मजनिता तदावरणीय-कर्मक्षयोपशमजनिता चेन्द्रियाश्रयकर्मोदयनिर्वृत्ता च जीवस्य भवति, सा पञ्चविधा, तद्यथा- स्पर्शनेन्द्रियलब्धिः रसनेन्द्रियलब्धिः घ्राणेन्द्रियलब्धिः चक्षुरिन्द्रयलब्धिः श्रोत्रेन्द्रियलब्धिरिति ॥१८॥ અર્થ- લબ્ધિ (ઈન્દ્રિય આવરણકર્મના ક્ષયોપશમરૂપ) અને ઉપયોગ (સ્વવિષય-વ્યાપારમાં એકાગ્રતા રૂ૫ શકિત) તે ભાવેન્દ્રિય છે. લબ્ધિ-ગતિ, જાતિ આદિ નામકર્મથી ઉત્પન્ન થયેલ અને તદાવરણીય કર્મના માયોપશમથી ઉત્પન્ન થયેલ તેમજ ઈન્દ્રિયના આશ્રયભૂત કર્યોદયથી રચાયેલ છે, તે) લબ્ધિ જીવને હોય છે. તે (લબ્ધિ) પાંચ પ્રકારે- તે આ રીતે, (૧) સ્પર્શનેન્દ્રિય લબ્ધિ, (૨) રસનેન્દ્રિય લબ્ધિ, (૩) ઘ્રાણેન્દ્રિય લબ્ધિ, (૪) ચક્ષુરિન્દ્રિય લબ્ધિ અને (૫) શ્રોવેન્દ્રિય લબ્ધિ. ૧૮
सूत्रम्- उपयोग: स्पर्शादिषु ॥२-१९॥ અર્થ- મતિજ્ઞાન-ઉપયોગરૂપ ભાવેન્દ્રિય સ્પર્શાદિમાં પ્રવર્તે છે. (અથવા એકાગ્રતારૂપ ઉપયોગ સ્પર્ધાદિમાં હોય છે.)
भाष्यम्- स्पर्शादिषु मतिज्ञानोपयोग इत्यर्थः, उक्तमेतदुपयोगो लक्षणम्', उपयोग: प्रणिधानमायोगस्तद्भाव: परिणाम इत्यर्थः । एषां च सत्यां निर्वृत्तावुपकरणोपयोगौ भवतः, सत्यां च लब्धौ निर्वृत्त्युपकरणोपयोगा भवन्ति, निर्वृत्त्यादीनामेकतराभावेऽपि विषयालोचनं न भवति ॥१९॥ अत्राह-उक्तं भवता पञ्चेन्द्रियाणीति, तत्कानि तानीन्द्रियाणि इति ?, उच्यतेઅર્થ- મતિજ્ઞાનોપયોગ સ્પર્ધાદિકમાં હોય છે. ૩પયોતક્ષણમ્ (સૂ૮-અ.૨) માં આ કહ્યું છે. ઉપયોગ એટલે પ્રણિધાન, આયોગ એટલે-સ્વવિષયની મર્યાદા વડે સ્પર્શાદિ ભેદને જણાવનાર અર્થાત્ જીવન વિદ્યમાન ભાવરૂપ પરિણામ. આ ચાર ભેદોમાંની નિવૃત્તિ ઈન્દ્રિય હોતે છતે ઉપકરણ અને ઉપયોગ હોય છે અને લબ્ધિઈન્દ્રિય હોતે છતે નિવૃત્તિ, ઉપકરણ અને ઉપયોગ હોય છે. નિવૃત્તિ આદિમાંના એકનો પણ અભાવ હોતે છતે વિષયનું જ્ઞાન થતું નથી... II૧૯તા. (પ્રનકાર-) અહીં કહે છે કે આપશ્રીએ પાંચ ઈન્દ્રિયોનું પ્રરૂપણ કર્યું... તો... કઈ તે ઈન્દ્રિયો ? ઉત્તરકાર-) કહેવાય છે...
Jain Education Intemational
For Personal & Private Use Only
www.jainelibrary.org