________________
તવાથભિગમ સૂત્ર
અધ્યાય - ૧
भाष्यम्- उत्पन्नाविनष्टार्थग्राहकं साम्प्रतकालविषयं मतिज्ञानं, श्रुतज्ञानं तु त्रिकालविषयं उत्पन्नविनष्टानुत्पन्नार्थग्राहकम् इति । अत्राह-गृह्णीमो मतिश्रुतयोर्नानात्वम्, अथ श्रुतज्ञानस्य द्विविधमनेकद्वादशविधमिति किंकृतः प्रतिविशेष इति ?, अत्रोच्यते- .. અર્થ- ઉત્પન્ન થઈ નાશ ન પામ્યા હોય તેવા પદાર્થને ગ્રહણ કરનાર વર્તમાનકાળ વિષયક જ્ઞાન તે મતિજ્ઞાન છે. શ્રુતજ્ઞાન તો ત્રણેય કાળના વિષયવાળું છે. ઉત્પન્ન થયેલા, નાશ થયેલા કે ન ઉત્પન્ન થયેલા (દરેક) પદાર્થને ગ્રહણ કરનારું (જાણનારું) છે.
અહીં જિજ્ઞાસું કહે છે કે મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનનું જુદાપણું જાણી લીધું (પરન્તુ) હવે શ્રુતજ્ઞાનના બે પ્રકાર (૧) અનેકભેદ અને (૨) બારભેદ. એમ શા માટે ફરક છે ? (ઉત્તરકાર) કહેવાય છે.
भाष्यम्- वक्तृविशेषाद्वैविध्यम्, यद्भगवद्भिः सर्वज्ञैः सर्वदर्शिभिः परमर्षिभिरर्हद्भिः तत्स्वाभाव्यात् परमशुभस्य च प्रवचनप्रतिष्ठापनफलस्य तीर्थकरनामकर्मणोऽनुभावादुक्तं भगवच्छिष्यैरतिशयवद्भिरुत्तमातिशयवाग्बुद्धिसंपन्नैर्गणधरैर्दृब्धं तदङ्गप्रविष्टम्, गणधरानन्तर्यादिभिस्त्वत्यन्तविशुद्धागमैः परमप्रकृष्टवाङ्गतिबुद्धिशक्तिभिराचार्यै: कालसंहननायुर्दोषादल्पशक्तीनां शिष्याणामनुग्रहाय यत्प्रोक्तं तदङ्गबाह्यमिति । અર્થ- વકતાવિશેષેકરીને શ્રુતજ્ઞાનના બે પ્રકાર કહ્યા છે. સર્વજ્ઞ સર્વદર્શી પરમર્ષિ અરિહંત ભગવંતોએ તીર્થંકરપણાના સ્વભાવથી પરમશુભ અને તીર્થસ્થાપનાના ફળ સ્વરૂપ તીર્થંકરનામકર્મના પ્રભાવથી જે કહ્યું અને તેને અતિશયવાળા તથા ઉત્તમ અતિશયવાળી વાણીવાળા અને બુદ્ધિશાળી ભગવાનના શિષ્યો ગણધરોએ જે ગુંથેલું તે અંગપ્રવિષ્ટ છે. ગણધર ભગવંતો પછી થયેલા અત્યન્ત વિશુદ્ધ આગમના જાણનારા પરમપ્રકૃષ્ટવાણી-મતિ અને શક્તિધારી આચાર્યોએ કાળ-સંઘયણ-આયુષ્યના દોષથી અલ્પશકિતવાળા શિષ્યોના અનુગ્રહ (ઉપકાર) માટે જે કહ્યું તે અંગબાહ્ય.
भाष्यम्- सर्वज्ञप्रणीतत्वादानन्त्याच्च ज्ञेयस्य श्रुतज्ञानं मतिज्ञानान्महाविषयम्, तस्य च महाविषयत्वात् तांस्ताननधिकृत्य प्रकरणसमाप्त्यपेक्षमङ्गोपाङ्गनानात्वम् । किं चान्यत्सुखग्रहणविज्ञानापोहप्रयोगार्थं च। અર્થ- શ્રુતજ્ઞાન સર્વજ્ઞપ્રણીત હોવાથી અને શેયનું અનન્તપણું હોવાથી મતિજ્ઞાન કરતાં મહાવિષયવાળું (મોટું) છે. તેનો (શ્રુતજ્ઞાનનો) બહોળો વિષય હોવાથી તે તે પદાર્થો (જીવાદિને) આશ્રયી પ્રકરણ સમાતિની અપેક્ષાએ અંગ-ઉપાંગ એમ ભિન્ન ભિન્ન ભેદ પાડ્યા છે. વળી બીજું, (તે શિષ્યો) સુખકરી (અનાયાસે) ગ્રહણ કરી શકે, જાણી શકે, નિર્ણય કરી શકે અને ઉપયોગ કરી શકે, (અંગ-અનંગ પ્રવિષ્ટનો) તે માટે (ભિન્ન ભિન્ન ભેદ પાડ્યા છે).
भाष्यम्- अन्यथा ह्यनिबद्धमङ्गोपाङ्गशः समुद्रप्रतरणवदुरध्यवसेयं (सानं) स्यात्, एतेन पूर्वाणि वस्तूनि प्राभृतानि प्राभृतप्राभृतानि अध्ययनान्युद्देशाश्च व्याख्याताः ।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org