SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ તત્વાર્થાધિગમ સૂત્ર અધ્યાય - ૧ भाष्यम्- तद्यथा निर्देश:- को जीव: ?, औपशमिकादिभावयुक्तो द्रव्यं जीवः । અર્થ- તે આ રીતે, નિર્દેશ-જીવ શું છે ? (જવાબ) “ઔપશમિકાદિ ભાવયુક્ત દ્રવ્ય' એ જીવ છે. भाष्यम्- सम्यग्दर्शनपरीक्षायां किं सम्यग्दर्शनं ?, द्रव्यं, सम्यग्दृष्टिर्जीवोऽरूपी नोस्कन्धो नोग्रामः। અર્થ- સમ્યગ્દર્શનની પરીક્ષા બાબત વિચારીએ તો... સમ્યગ્દર્શન શું છે... ? (જવાબ)- દ્રવ્ય સમ્યગ્દષ્ટિજીવ અરૂપી છે. નથી સ્કન્ધ કે નથી પ્રદેશ. भाष्यम्- स्वामित्वं, कस्य सम्यग्दर्शनमिति, एतद् आत्मसंयोगेन परसंयोगेनोभयसंयोगेन चेति वाच्यम्, आत्मसंयोगेन जीवस्य सम्यग्दर्शनं, परसंयोगेन जीवस्याजीवस्य जीवयोरजीवयोर्जीवानामजीवानामिति विकल्पाः, उभयसंयोगेन जीवस्य नोजीवस्य जीवयोरजीवयोर्जीवानामजीवानामिति વિના ન , શેષાદ સરિતા અર્થ- સ્વામિત્વ (માલિકી)-કોનું સમ્યગ્દર્શન ? (જવાબ) “આત્મ સંયોગ વડે, પર સંયોગ વડે અને ઉભય સંયોગ વડે' એમ કહેવા યોગ્ય છે. આત્મ સંયોગથી- જીવનું સમ્યગ્દર્શન. પર સંયોગથી-જીવનું કે અજીવનું, બે જીવનું કે બે અજવનું, ઘણાં જીવનું કે ઘણાં અજીવનું (સમ્યગ્દર્શન) એમ વિકલ્પો છે. ઉભય સંયોગથી-જીવનું કે નોકવન (અજીવનું), બે જીવનું કે બે અજીવનું, ઘણાં જીવનું કે ઘણાં અજીવનું (સમ્યગ્દર્શન) એમ આટલા વિકલ્પો નથી હોતા. બાકીના વિકલ્પો (૬) હોય છે. भाष्यम्- साधनं, सम्यग्दर्शनं केन भवति ?, निसर्गादधिगमाद्वा भवतीत्युक्तम्, तत्र निसर्गः पूर्वोक्तः, अधिगमस्तु सम्यग्व्यायामः, उभयमपि तदावरणीयस्य कर्मणः क्षयेणोपशमेन क्षयोपशमाभ्यामिति। અર્થ- સાધન-સમ્યગ્દર્શન શાથી (કોના માધ્યમે) થાય છે ? (જવાબ) પૂર્વે ૧-૩ સૂત્રમાં કહ્યું છે કે નિસર્ગથી અથવા અધિગમથી (સમ્યગ્દર્શન થાય છે). નિસર્ગ પૂર્વે કહ્યું છે... અધિગમથી એટલે સમ્યગુવ્યાયામથી (ગુરુ સમીપે અભ્યાસ, શુભક્રિયા વગેરેથી થાય છે.) ઉભય (નિસર્ગ અને અધિગમ-બંને સમ્યગ્દર્શન) પણ તદાવરણીય (મોહનીય) કર્મના ક્ષય-ઉપશમ કે ક્ષયોપશમથી ઉત્પન્ન થાય છે. भाष्यम्- अधिकरणं त्रिविधं-आत्मसन्निधानेन परसन्निधानेनोभयसन्निधानेनेति वाच्यम्, आत्मसन्निधानमभ्यन्तरसन्निधानमित्यर्थः, परसन्निधानं बाह्यसनिधानमित्यर्थः, उभयसन्निधानं बाह्याभ्यन्तरसन्निधानमित्यर्थः, कस्मिन् सम्यग्दर्शनं ?, आत्मसन्निधाने परसन्निधाने उभय सन्निधाने इति । आत्मसन्निधाने तावत् जीवे सम्यग्दर्शनं जीवे ज्ञानं जीवे चारित्रमित्येतदादि, बाह्यसन्निधाने जीवे सम्यग्दर्शनं नोजीवे सम्यग्दर्शनमिति यथोक्ता विकल्पाः, उभयसन्निधाने चाप्यभूताः सद्भूताश्च ૧. શુ દર્શનમોહનીય કર્મરૂપ કામણવર્ગણાના સ્વરૂપમાં પુદગલ દ્રવ્ય સમજવું. ૨. (૧) જીવને છવ નિશ્રાપે, (૨) છવને બે અછવ નિથાયે (૩) જીવને ઘણાં છવ નિથાયે, (૪) જીવને પ્રતિમા આદિ એક અછવની નિશ્રાએ, (૫) છવને પ્રતિમાજી આદિ બે છવની નિશ્રા અને (૬) જીવને પ્રતિમાજી આદિ ઘણાં અછવની નિશ્રા-આ ઉભય સંયોગ ના છ વિકલ્પો હોય છે. " Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005474
Book TitleTattvarthadhigam Sutra
Original Sutra AuthorN/A
AuthorAkshaychandrasagar
PublisherShardaben Chimanbhai Educational Research Centre
Publication Year1994
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy