________________
સભાષ્ય-ભાષાંતર
વાચકાચાર્યના શિષ્ય કૌભીષણગોત્રીય, સ્વાતિનામના પિતાના અને વાત્સી ગોત્રવાળી માતાના પુત્ર, ન્યગ્રોધિકા ગામમાં જન્મેલા, કુસુમપુર નામના શ્રેષ્ઠનગરમાં વિચરતા, ઉચ્ચનાગર શાખાના વાચક શ્રી ઉમાસ્વાતિજી વડે ગુરુપરંપરાથી પ્રાપ્ત થયેલ શ્રી તીર્થંકરદેવના વચનને સમ્યગ્ રીતે ધારણ કરીને, પીડાયેલ અને કુશાસ્ત્રથી હણાયેલ બુદ્ધિવાળા લોક્ને જોઈને પ્રાણીઓની અનુકંપાથી સ્પષ્ટ અર્થવાળા આ શ્રી તત્ત્વાર્થાધિગમ શાસ્ત્રની રચના
કરાઈ.
यस्तत्त्वाधिगमाख्यं ज्ञास्यति च करिष्यते च तत्रोक्तम् । सोऽव्यावाधसुखाख्यं प्राप्स्यत्यचिरेण परमार्थम् ॥६॥
અર્થ-જે તત્ત્વાર્થાધિગમ નામના ગ્રંથને જાણશે અને તેમાં કહ્યા પ્રમાણે કરશે તે પીડારહિત એવા પરમાર્થ સુખને જલ્દીથી પ્રાપ્ત કરશે...IIFI
Jain Education International
૨૦૧
આ પ્રમાણે પૂ. ઉમાસ્વાતિ વાચકપ્રવર પ્રણીત શ્રી તત્ત્વાર્થાધિગમ્ સૂત્રના સ્વોપજ્ઞ ભાષ્યનું ગુજરાતી ભાષાંતર
પૂ. પં. પ્ર. શ્રી હેમચન્દ્રસાગરજી મ. ના શિષ્ય મુનિ અક્ષયચન્દ્ર સાગર દ્વારા સમ્પન્ન
થયું.
For Personal & Private Use Only
www.jainelibrary.org