SearchBrowseAboutContactDonate
Page Preview
Page 293
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૦ તત્ત્વાધિગમ સૂત્ર અર્થ- એ પ્રમાણે (શ્રી તત્વાર્થશાસ્ત્રને ટુંકાણમાં કહે છે.) નિસર્ગ તથા અધિગમથી એ બે સમ્યગ્દર્શનમાંથી કોઈ એક પ્રકારનું તત્ત્વાર્થ શ્રદ્ધાનરૂપ શંકાદિ અતિચાર રહિત-પ્રશમ, સંવેગ, નિર્વેદ, અનકમ્પા અને આસ્તિક્યને પ્રકટ કરવારૂપ લક્ષણવાળું વિશુદ્ધ સમ્યગ્દર્શન પ્રાપ્ત કરીને (તે) સમ્યગ્દર્શનની પ્રાપ્તિથી વિશુદ્ધજ્ઞાન (સમ્યજ્ઞાન) ને પ્રાપ્તકરી નિક્ષેપ, પ્રમાણ, નય, નિર્દેશ, સત, સંખ્યાદિ અધિક ઉપાયોદ્વારા જવાદિતત્ત્વોનાં પરિણામિક, ઔદયિક, ઔપથમિક, માયોપશમિક અને ક્ષાયિકભાવોનું સ્વરૂપ જાણીને અનાદિમાન અને આદિમાનું પરિણામિક ભાવ અને ઔદયિકભાવોના ઉત્પતિ–સ્થિતિ-વિનાશ અને (તેથી થતા) લાભ (અનુગ્રહ) અને નુકશાન (પ્રલય) રૂપ તત્વને જાણનાર, વૈરાગી, તૃષ્ણારહિત, ત્રિગુમિક, પંચસમિતિવાળો તેમજ દશલક્ષણવાળા ધર્મના આચરણથી અને (મોક્ષરૂપ) ફળદર્શન નિર્વાણ (મોક્ષ) ની પ્રાપ્તિમાં પ્રયત્નથી વૃદ્ધિ પામેલ શ્રદ્ધા અને સંવેગવાળો આત્મા ભાવનાઓ વડે આત્માને ભાવિત કરે છે અને અનુપ્રેક્ષાઓ વડે આત્માને સ્થિર કરતો નિરાસત બને છે. (તેમજ) સંવર કરાયેલ હોવાથી, આશ્રવ રહિત હોવાથી, વૈરાગી હોવાથી, તૃષ્ણારહિત હોવાથી નવાકર્મનું ગ્રહણ જેને દૂર થયું છે તથા પરીષહ જીતવાથી અને બાહ્ય-અભ્યન્તર તપ અનુષ્ઠાન આચરવાથી (કમને) ભોગવવાથી તેમજ અવિરત સમ્યગ્દષ્ટિ આદિ (અવસ્થા)થી માંડી જિન (કવળી અવસ્થા) સુધીના પરિણામ-અધ્યવસાય વિશુદ્ધિસ્થાનના અસંખ્યગુણ-અસંખ્યગુણ ઉત્કર્ષની પ્રાપ્તિથી પૂર્વ સંચિત કરેલા કર્મની નિર્જરા કરતો અને સામાયિક ચારિત્રીથી માંડીને સૂક્ષ્મસમ્પરાય સુધીનાં સંયમના વિશુદ્ધિસ્થાનોની ઉત્તરોત્તરગુણ પ્રાપ્તિ થવાથી તેમજ પુલાકાદિનિગ્રંથ સુધીનાના સંયમનું અનુપાલન તેમજ ઉત્તરોત્તર વિશુદ્ધિ સ્થાન વિશેષોની પ્રાપ્તિ પૂર્વક પ્રવૃત્તિ કરતો અને અત્યન્ત નાશ પામેલ આર્તધ્યાન અને રૌદ્રધ્યાનવાળો તથા ધર્મધ્યાનમાં વિજયદ્વારા સમાધિનાબળને પામેલો અને શુફલધ્યાનના બે પાયા (૧) પૃથફત્વવિતર્ક અને (૨) એકત્વવિતર્ક – આ બે માંથી એકમાં વર્તતો (આત્મા) અનેક પ્રકારની ઋદ્ધિ વિશેષ પ્રાપ્ત કરે છે. તે (ઋદ્ધિઓ) આ રીતે, આમાઁષધિપણું, વિપુડીષધિપણું, સવૌષધિપણું, શાપશકિત અને અનુગ્રહશકિતના સામર્થ્ય ઉત્પન્ન કરનારી અભિવ્યાહાર (વચન) સિદ્ધિ, ઈશિત્વ, વશિત્વ, અવધિજ્ઞાન, શરીરવિકરણાંગ પ્રાપ્તિતા (વેકિયત્વ), અણિમા, લધિમા, મહિમા (મહત્ત્વ), અણુત્વ (લબ્ધિ પ્રાપ્ત કરે.) અહીં અણિમા એટલે કમળની નાળના છિદ્રમાં પણ પ્રવેશીને રહે, લધિમાં એટલે લઘુત્વ જેથી વાયુ કરતાં પણ હલકો થઈ શકે છે. મહિમા એટલે મોટાપણું- જેના દ્વારા મેરુથી પણ મોટું શરીર બનાવી શકે. પ્રાતિ- (જેનાથી) ભૂમિ ઉપર રહેલો આંગળીના ટેરવેથી મેરશિખર કે સૂર્ય વગેરેને પણ સ્પર્શી શકે. પ્રાકામ્ય-(જેનાથી) પાણી ઉપર જમીનની જેમ ચાલી શકે અને ભૂમિ ઉપર પાણીમાંની જેમ ડૂબી શકે છે તેમજ બહાર નીકળી શકે. भाष्यम्- जवाचारणत्वं येनाग्निशिखाधमनीहारावश्यायमेघवारिधारामर्कटतन्तुज्योतिष्करश्मिवायूनामन्यतममप्युपादाय वियति गच्छेत्, वियद्गतिचारणत्वं येन वियति भूमाविव गच्छेत् शकुनिवच्च प्रडीनावडीनगमनानि कुर्यात् । અર્થ- જંઘાચારણત્વ-જેનાથી અગ્નિની શિખા(જ્વાળા), ધૂમાડાની શેર, ઝાકળ, ઘૂમરી, વરસાદના Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005474
Book TitleTattvarthadhigam Sutra
Original Sutra AuthorN/A
AuthorAkshaychandrasagar
PublisherShardaben Chimanbhai Educational Research Centre
Publication Year1994
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy