________________
૨૫૨
તવાથધિગમ સૂત્ર
અધ્યાય - ૧૦
भाष्यम्- गतिः, प्रत्युत्पन्नभावप्रज्ञापनीयस्य सिद्धिगत्यां सिध्यति, शेषास्तु नया द्विविधा:अनन्तरपश्चात्कृतगतिकश्च एकान्तरपश्चात्कृतगतिकश्च, अनन्तरपश्चात्कृतगतिकस्य मनुष्यगत्यां सिध्यति, एकान्तरपश्चात्कृतगतिकस्याविशेषेण सर्वगतिभ्यः सिध्यति ।। અર્થ- ગતિ પ્રત્પત્યન્તભાવ પ્રજ્ઞાપનીયની અપેક્ષાએ સિદ્ધિગતિમાં સિદ્ધ થાય છે. બાકીના નય બે પ્રકારે છે(૧)અનન્તર પચાકૃતગતિક અને (૨) એકાન્તર પચાસ્કૃતગતિકા અનન્તર પશ્ચાત્કૃતગતિની અપેક્ષાએ મનુષ્યગતિમાં સિદ્ધ થાય છે. એકાન્તર પશ્ચાત્કૃતગતિની અપેક્ષાએ સામાન્યથી સર્વગતિમાંથી સિદ્ધ થાય છે.
भाष्यम्- लिङ्गस्त्रीपुंनपुंसकानि, प्रत्युत्पन्नभावप्रज्ञापनीयस्यावेदः सिध्यति, पूर्वभावप्रज्ञापनीयस्यानन्तरपरत्कृतगतिकस्य परम्परपश्चात्कृतगतिकस्य च त्रिभ्यो लिङ्गेभ्यः सिध्यति ॥ અર્થ- લિંગ-સ્ત્રિલિંગ, પુંલિંગ અને નપુંસકલિંગ. પ્રત્યુત્પન્નભાવ પ્રજ્ઞાપનીય નયની અપેક્ષાએ વેદરહિત આત્મા સિદ્ધ થાય છે. પૂર્વભાવપ્રજ્ઞાપનીય નયની અપેક્ષાએ ત્રણે ય લિંગથી સિદ્ધ થાય છે.
भाष्यम्- तीर्थम्, सन्ति तीर्थकरसिद्धाः तीर्थकरतीर्थे १ नोतीर्थकरसिद्धाः तीर्थकरतीर्थे २ अतीर्थकरसिद्धाः तीर्थकरतीर्थे, एवं तीर्थकरीतीर्थे सिद्धा अपि ॥ અર્થ- તીર્થ- (૧) તીર્થકરતીર્થે (શ્રી તીર્થકર ભગવંતો) તીર્થકરના તીર્થ (શાસન) માં, (૨) નોતીર્થંકર સિદ્ધ (પ્રત્યેકબુદ્ધ) શ્રી તીર્થંકરના શાસનમાં અને (૩) અતીર્થંકરસિદ્ધ (મુનિવગેરે) શ્રી તીર્થંકરના શાસનમાં સિદ્ધ થાય છે. તીર્થકરીના શાસનમાં પણ એ પ્રમાણે (ત્રણે ત્રણ) સિદ્ધો (સિદ્ધ) થાય
भाष्यम्- लिङ्गे पुनरन्यो विकल्प उच्यते, द्रव्यलिङ्गे भावलिङ्गमलिङ्गमिति, प्रत्युत्पन्नभावप्रज्ञापनीयस्यालिङ्गः सिध्यति, पूर्वभावप्रज्ञापनीयस्य भावलिङ्गं प्रति स्वलिङ्गे सिध्यति, द्रव्यलिङ्ग त्रिविधंस्वलिङ्ग-मन्यलिङ्गं गृहिलिङ्गमिति, तत्प्रति भाज्यं, सर्वस्तु भावलिङ्गं प्राप्तः सिध्यति ॥ અર્થ- લિંગ વિષયમાં ફરી બીજો વિકલ્પ કહેવાય છે. (૧) દ્રવ્યલિંગ (૨) ભાવલિંગ અને (૩) અલિંગ. પ્રત્યુત્પન્નભાવ પ્રજ્ઞાયનીય નયની અપેક્ષાએ અલિંગી સિદ્ધ થાય છે. પૂર્વભાવ પ્રજ્ઞાપનીય નયની અપેક્ષાએ ભાવલિંગને આશ્રયી સ્વલિંગી સિદ્ધ થાય છે. દ્રવ્યલિંગ ત્રણ પ્રકારે છે (૧) સ્વલિંગ (૨) અન્યલિંગ અને (૩) ગૃહિલિંગ ૨. આ લિંગ વિકલ્પ છે (હોય કે ન પણ હોય.) પરંતુ સર્વે ભાવલિંગ પામેલા જ સિદ્ધ થાય છે. ૧. સિદ્ધગતિમાં આવેલ આત્મા-અનન્તર = આંતરા વિના જે ગતિમાંથી આવેલ તેને અનન્તર પચાસ્કૃતગતિક કહેવાય. અને મોક્ષગયેલ
આત્મા વચ્ચે એક (મનુષ્ય) ગતિનું અંતર રાખીને જે ગતિમાંથી આવેલ હોય તે એકાન્તર પચાસ્કૃતગતિક કહેવાય. ૨. દ્રવ્યલિંગ એટલે રજોહરણ મુહપત્તિ આદિ. સ્વલિંગ = સાધુપણાનો વેશ, અન્યલિંગ = તાપસઆદિનો વેશ, ગૃહલિંગ = જટા વગેરે. ભાવલિંગ એટલે શ્રુતજ્ઞાન, સાયિક સમ્યકત્વ, ચારિત્ર આદિ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org