SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૬ તત્વાર્થાધિગમ સૂત્ર અધ્યાય - ૧૦ भाष्यम्- पूर्वोपचितस्य च यथोक्तैर्निर्जराहेतुभिरत्यन्तक्षयः, ततः सर्वद्रव्यपर्यायविषयं पारमैश्वर्यमनन्तं केवलं ज्ञानदर्शनं प्राप्य शुद्धो बुद्धः सर्वज्ञः सर्वदर्शी जिनः केवली भवति, ततः प्रतनुशुभचतुष्कर्मावशेष आयुःकर्मसंस्कारवशाद्विहरति ॥२॥ ततोऽस्यઅર્થ અને પૂર્વે એકઠા કરેલા કર્મનો કહ્યા મુજબ નિર્જરાના હેતુથી અત્યન્ત (સંપૂર્ણ) ક્ષય થાય છે. તેથી સર્વ દ્રવ્યપર્યાયના વિષયવાળું અસાધારણ ઐશ્વર્યવાળું અનન્ત કેવળજ્ઞાન-દર્શન પ્રાપ્ત કરીને શુદ્ધ, બુદ્ધ, સર્વજ્ઞ, સર્વદર્શી એવા જિન કેવલી થાય છે. ત્યારબાદ અત્ય૫ (પાતળા પડી ગયેલા) શુભ (ફળવાળા) ચારકર્મ બાકી છે જેને એવા (કવલી) જિન આયુષ્યકર્મના સંસ્કારવશથી વિચરે છે. રાા ત્યાર પછી (વિહાર કરતા આ આત્માને આયુષ્ય કર્મની સમાપ્તિ સાથે ત્રણેય કર્મોનો ક્ષય થાય છે. એટલે...) सूत्रम्- कृत्स्नकर्मक्षयो मोक्षः ॥१०-३॥ અર્થ- સંપૂર્ણકર્મનો ક્ષય-તે મોક્ષ. भाष्यम्- कृत्स्नकर्मक्षयो लक्षणो मोक्षो भवति । અર્થ- સકલ કર્મના ક્ષયરૂપ લક્ષણવાળો મોક્ષ થાય છે. (અર્થાત્ સકલકર્મનો ક્ષય એ મોક્ષનું લક્ષણ છે.) भाष्यम्- पूर्वं क्षीणानि चत्वारि कर्माणि, पश्चाद्वेदनीयनामगोत्रायुष्कक्षयो भवति, तत्क्षयसमकालमेवौदारिकशरीरवियुक्तस्यास्य जन्मनः प्रहाणम्, हेत्वभावाच्चोत्तरस्याप्रादुर्भावः, एषा अवस्था कृत्स्नकर्मक्षयो मोक्ष इत्युच्यते ।।३।। किंचान्यत्અર્થ-પહેલાં ચારકમ ક્ષય પામ્યા પછી વેદનીય, નામ, ગોત્ર અને આયુષ્ય કર્મનો ક્ષય થાય છે. તે ક્ષય થતાંની સાથે જ દારિકશરીરથી જુદો કરાયેલ આ (મનુષ્ય) જન્મનો નાશ થાય છે. (નિર્વાણ પામે છે.) હેતુનો અભાવ હોવાથી ઉત્તર જન્મની (પછીના જન્મની) ઉત્પત્તિનો અભાવ (નિવૃત્તિ) થાય છે. આ અવસ્થા સકલકર્મના ક્ષયરૂપ મોક્ષ કહેવાય છે. આવા વળી.. सूत्रम्- औपशमिकादिभव्यत्वाभावाच्चान्यत्र केवलसम्यक्त्व-ज्ञान-दर्शन-सिद्धत्वेभ्यः _૨૦-કા અર્થ- (સકલકર્મના ક્ષયપણામાં) કેવળ (સાયિક) સમ્યત્વ, કેવળજ્ઞાન, કેવળદર્શન, (અને) કેવળસિદ્ધત્વ સિવાય પશમિકાદિ ભાવો અને ભવ્યત્વનો અભાવ થવાથી મોક્ષ થાય છે. भाष्यम्- औपशमिकक्षायिकक्षायौपशमिकौदयिकपारिणामिकानां भावानां भव्यत्वस्य चाभावान्मोक्षो भवति, अन्यत्र केवलसम्यक्त्वकेवलज्ञानकेवलदर्शनसिद्धत्वेभ्यः, एते ह्यस्य क्षायिका नित्यास्तु मुक्तस्यापि भवन्ति ॥४॥ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005474
Book TitleTattvarthadhigam Sutra
Original Sutra AuthorN/A
AuthorAkshaychandrasagar
PublisherShardaben Chimanbhai Educational Research Centre
Publication Year1994
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy