________________
૧૬૨
તત્ત્વાધિગમ સૂત્ર
અધ્યાય - ૬
હોય છે. એટલે કે પ્રતિસમયે સાત કે આઠ કર્મનો આશ્રવ ચાલુ જ છે અર્થાત જ્ઞાનાવરણીયના આશ્રવની સાથે શેષ ૬-૭ કર્મોનો આશ્રવ પણ ચાલું જ છે. તો અમુક દોષ કે અમુક પ્રવૃત્તિ વખતે અમુક કર્મનો આશ્રવ એમ કહેવાની શી જરૂરત ? જવાબ-બરાબર છે. જ્ઞાનવરણીય કર્મના આશ્રવની સાથે શેષ ૬-૭ કર્મનો આશ્રવ ચાલુ જ હોય છે પરંતુ તે સામાન્ય આશ્રવ સમજવો. એટલે કે ૬-૭ કર્મના પ્રકૃતિસ્થિતિ આદિ આશ્રવ ચાલુ જ હોય છે. પરંતુ જ્ઞાનાવરણીય કર્મ સિવાયના ૬-૭ કર્મમાં રસની તીવ્રતા નથી હોતી. તીવ્રતા તો માત્ર જ્ઞાનાવરણીયમાં જ હોય છે. એટલે અહીં જે આશ્રવની વાત કરી છે તે રસની તીવ્રતાવાળા આશ્રવની વાત કરી છે. અર્થાત જે કર્મના આશ્રવની વાત કરી તે કર્મ રસબંધની તીવ્રતા સહિતના બંધની જાણવી. બાકીના કર્મના રસ મંદ હોય છે. અર્થાત્ શેષ ૬/૭ કર્મના રસની વાત ગૌણ જાણવી.
છ અધ્યાય મળી કુલ સૂત્રો ર૨૮ (બસો અઠ્યાવીસ) થયા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org