________________
૧૭૬
તત્વાર્થાધિગમ સૂત્ર
અધ્યાય - ૭
भाष्यम्- विचिकित्सा नाम इदमप्यस्तीदमपीति मतिविप्नुतिः । अन्यदृष्टिरित्यर्हच्छासनव्यतिरिक्तां दृष्टिमाह, सा द्विविधा-अभिगृहीता अनभिगृहीता च, तद्युक्तानां क्रियावादिनामक्रियावादिनामज्ञानिकानां वैनयिकानां च प्रशंसासंस्तवौ सम्यग्दृष्टेरतिचार इति ॥ અર્થ- વિચિકિત્સા એટલે ‘આ રીતે પણ હોય અને આ રીતે પણ હોય એવી અસ્થિરમતિ. (અર્થાત્ નિર્ણયાત્મક બુદ્ધિનો અભાવ.) અન્યદ્રષ્ટિ-જિનશાસનથી ભિન્ન દ્રષ્ટિને કહે છે. તે બે પ્રકારે છે (1) અભિગૃહિત (કોઈપણ ઈતરધર્મની માન્યતાનુસાર મતિ તે અભિગૃહિત.) (૨) અનભિગૃહિત (કોઈ પણ ધર્મની માન્યતાનુસાર મતિ નહિ. પણ સ્વેચ્છાએ મૂઢમતિ તે અનભિગૃહિત.) તે બેમાંથી ગમે તે મતિથી યુક્ત જે કિયાવાદીઓ કે અક્રિયાવાદીઓ કે અજ્ઞાનીઓ કે વિનયગુણવાળાઓની પ્રસંશા અને સંસ્તવના તે સમ્યગ્દષ્ટિને અતિચારરૂપ છે.
भाष्यम्- अत्राह-प्रशंसासंस्तवयोः कः प्रतिविशेष इति ?, अत्रोच्यते, ज्ञानदर्शनगुणप्रकर्षोद्भावनं भावतः प्रशंसा, संस्तवस्तु सोपधं निरूपध भूताभूत गुणवचनमिति ॥१८॥ અર્થ- (જિજ્ઞાસુ) અહીં કહે છે કે પ્રશંસા = સ્તવના, સ્તુતિ અને સંસ્તવના = સ્તુતિ તો) પ્રશંસા અને સંસ્તવનામાં ફરક શો? (ઉત્તરકાર) કહેવાય છે અહીં-ભાવથી જ્ઞાન-દર્શન ગુણના પ્રકર્ષને પ્રગટકરવો તે પ્રશંસા. સંસ્તવ શબ્દાર્થ-પરિચય. તે સમાયા, નિર્માયા. સમાયા- અભૂત ગુણવચન કહેવા, નિર્માયા-ભૂતગુણવચન કહેવા. (પરિચયથી ભોજન, આલાપ વગેરે થાય, તેથી જ્ઞાનક્રિયાનો ભ્રંશ થાય તેથી સંતવ દૂરથી જ તજવું) ll૧૮
सूत्रम्- व्रतशीलेषुपञ्चपञ्च यथाक्रमम् ॥७-१९॥ અર્થ- અણુવ્રતો અને શીલવ્રતોમાં પાંચ-પાંચ અતિચારો અનુક્રમે હોય છે.
भाष्यम्- व्रतेषु पञ्चसु शीलेषु च सप्तसु पञ्च पञ्चातीचारा भवन्ति, यथाक्रममिति ऊर्ध्वं यद्वक्ष्यामः I8ા તથઅર્થ- પાંચ અણુવ્રતોમાં અને સાત શીલવતોમાં અનુક્રમે પાંચ પાંચ અતિચારો છે. જે આગળ કહીશું. II૧લા તે આ રીતે...
सूत्रम्- बन्धवघच्छविच्छेदातिभारारोपणानपाननिरोधाः ॥७-२०॥ અર્થ- બન્ધ, વધ, છાલ છેદવી, ઘણોભાર ભરવો અને ખાનપાનમાં રૂકાવટ કરવી. તે અહિંસા વ્રતના પાંચ અતિચાર છે.
૧. કિયાવાદીના-૧૮૦ ભેદ, અલિયાવાદીના ૮૪ ભેદ, અજ્ઞાનીના-૬૬ ભેદ અને વિનયવાદીના ૩૨ ભેદ એમ ૩૬૩ ભેદ પાખંડીના છે. ૨. શ્રાવકવ્રતના ૧૨૪ અતિચાર-પાંચ અણુવ્રત અને ૭ શીલવ્રતમાં દરેકના પાંચ પાચં = ૧ર x ૫ = ૬૦ + ૫ સમ્યકત્વના + ૫ સંલેખના
+ ૧૫ કર્માદાન + ૮ જ્ઞાનાચાર + ૮ દર્શનાચાર + ૮ ચારિત્રાચાર + ૧૨ તપાચાર + ૩ વીર્યાચાર = ૧૨૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org