________________
સૂર-૧૮
સભાખ્ય-ભાષાંતર
૧૭૫
સચણિિિત તત્રઅર્થ- કાળ, સંઘયણની દુર્બળતા, ઉપસર્ગો એ દોષથી ક્ષમાદિ દશ ધર્મ અને આવશ્યકમાં આવેલ હીનતાને ચારે બાજુથી જાણીને ઉણોદરી, ઉપવાસ, ચોથભન, છઠ્ઠ, અઠ્ઠમ આદિવડે આત્માને સંલેખીને (કષાય આદિથી પાતળો કરીને) સંયમને સ્વીકારીને તથા મહાવ્રતથી યુક્ત એવો ચારે પ્રકારના આહારનું પચ્ચકખાણ કરીને જીવનપર્યન્ત ભાવના (૨૫ ભાવના વગેરે) અને અનુપ્રેક્ષા (આગળ આવશે)માં તત્પર રહેતો તેમજ સ્મૃતિ-સમાધિમાં અધિકતા દાખવતો મરણકાલે સંલેખના કરતો (આત્મા) ઉત્તમ અર્થ એવા મોક્ષનો આરાધક બને છે. I૧ળા આ દિશાદિ વ્રતોને સંલેખના સહિતશીલવતો કહેવાય છે. (એથી) વ્રતી શલ્યવિનાનો હોય છે. એવું આ વચનથી પણ કહેવાયું. વ્રતી ચોક્કસ સમ્યગ્દષ્ટિ હોય છે. હવે તેમાં,...
सूत्रम्- शंकाकांक्षाविचिकित्साऽन्यदृष्टिप्रसंशासंस्तवाः सम्यग्दृष्टेरतीचाराः ॥७-१८॥ અર્થ- શંકા, આકાંક્ષા, વિચિકિત્સા, અન્યદ્રષ્ટિ (ઈતર દર્શની) ની પ્રસંશા, અન્યદ્રષ્ટિની સંસ્તવા એ પાંચ સમ્યગ્દષ્ટિના અતિચારો છે.
भाष्यम्- शङ्का कांक्षा विचिकित्सा अन्यदृष्टिप्रशंसा संस्तव इत्येते पञ्च सम्यग्दृष्टेरतीचारा भवन्ति, अतिचारो व्यतिक्रमः स्खलनमित्यनर्थान्तरम् । अधिगतजीवाजीवादितत्त्वस्यापि भगवतः शासनं भावतोऽभिप्रपन्नस्यासंहार्यमतेः सम्यग्दृष्टेरर्हत्प्रोक्तेषु अत्यन्तसूक्ष्मेष्वतीन्द्रियेषु केवलागमग्राह्येष्वर्थेषु यः संदेहो भवति ‘एवं स्यादेवं न स्यादिति सा शंका। અર્થ- (૧) શંકા (૨) કાંક્ષા (૩) વિચિકિત્સા (૪) અન્યદ્રષ્ટિની પ્રસંશા અને (૫) અન્યદ્રષ્ટિની સંસ્તવના એ પાંચ સમ્યદ્રષ્ટિના અતિચારો છે. અતિચાર, વ્યતિક્રમ, ખલન એ એકાર્યવાચી છે. જીવ-અછવ આદિ તત્વો સારી રીતે જાણ્યા છે જેને, વળી શ્રી અરિહંતભગવંતના પ્રવચનને (આગમને) ભાવપૂર્વક સ્વીકાર્યા છે જેને, જેની બુદ્ધિ (શ્રદ્ધા) ફેરવી શકાય તેવી નથી એવા સમ્યદ્રષ્ટિને અરિહંત પરમાત્માએ પ્રરૂપેલા અતિમૂલ્ય, અતીન્દ્રિય અને માત્ર આગમગ્રાહ્ય જ હોય તેવા પદાર્થોમાં જે સંદેહ થાય કે એ “આ પ્રમાણે હોય, પણ આ પ્રમાણે સંભવતું નથી.” એ શંકા. (શંકા દેશથી અને સર્વથી એમ બે રીતે હોય.)
भाष्यम्- ऐहलौकिकपारलौकिकेषु विषयेष्वाशंसा कांक्षा, सोऽतिचारः सम्यग्दृष्टेः, कुतः ?, कांक्षिता ह्यविचारितगुणदोषः समयमतिक्रामति । અર્થ- આલોક અને પરલોક સંબંધી વિષયસુખની ઈચ્છા તે કાંક્ષા. (જિજ્ઞાસુ) તે અતીચાર સમ્યદ્રષ્ટિને શી રીતે ? (ઉત્તરકાર) કાંક્ષિતા (અન્યમતાભિલાષી) ગુણદોષની વિચારણા વિનાનો સિદ્ધાંતનું ઉલ્લંઘન કરે છે.
Jain Education Intemational
For Personal & Private Use Only
www.jainelibrary.org