________________
૧૩૪
તાર્યાધિગમ સૂત્ર
અધ્યાય - ૫
सूत्रम्- शब्द-बन्ध-सौक्ष्म्यं-स्थौल्य-संस्थान-भेद-तमश्छायातपोद्योतवन्तश्चा५-२४। અર્થ- શબ્દ, બન્ધ, સૂક્ષ્મતા, સ્થૂલતા, આકાર, ભેદ, અંધકાર, છાયા, આતપ, (અને) ઉદ્યોતવાળા પણ પુદ્ગલો હોય છે.
भाष्यम्- तत्र शब्दः षड्विधः-ततो विततो घनः शुषिरो संघर्षो भाषा इति । તે (શબ્દાદિ') માં શબ્દ છ પ્રકારે છે. (૧) તત - (મૃદંગાદિ થી ઉત્પન્ન થયેલો અવાજ તે.). (૨) વિતત- (વિણા આદિનો અવાજ તે.) (૩) ઘન- (કાંસાની થાળી ઉપર જે ડંકાથી થતો અવાજ તે) (૪) શુષિર- (વાંસળી, પાવા વગેરે થી જે અવાજ થાય તે) (૫) સંઘર્ષ- (લાકડા ઉપર કરવત ઘસવાથી જે અવાજ થાય તે) અને (૬) ભાષા- (જીવના મુખના પ્રયત્ન વડે ઉત્પન્ન થતાં શબ્દો તે)
भाष्यम्- बन्धस्त्रिविधः प्रयोगबन्धो विस्रसाबन्धो मिश्र बन्ध इति, स्निग्धरूक्षत्वाद्भवतीति वक्ष्यते। અર્થ- બન્ધ ત્રણ પ્રકારે છે. (૧) પ્રયોગબંધ (જીવના વ્યાપારથી થતો બંધ તે.) (૨) વિસસાબંધ(પ્રયોગ વિના સ્વભાવથી થતો બંધ તે.) (૩) મિથબંધ (જીવના પ્રયોગ થી સહચરિત અચેતન દ્રવ્યનો બંધ તે.) સ્નિગ્ધત્વ અને રૂક્ષત્વથી (પુદ્ગલોનો) બંધ થાય છે. તે (અ. ૫- સૂ. ૩૨ માં) કહેવાશે.
भाष्यम्- सौम्यं द्विविधम्-अन्त्यमापेक्षिकं च, अन्त्यं परमाणुष्वेव, आपेक्षिकं च व्यणुकादिषु संघातपरिणामापेक्षं भवति, तद्यथा-आमलकाबदरमिति। અર્થ- સૂક્ષ્મતા બે પ્રકારે- (૧) અન્ય (સૌથી સૂક્ષ્મમાં સૂક્ષ્મ) અને (૨) આપેક્ષિક સૂક્ષ્મ (અપેક્ષાથી સૂક્ષ્મ.) અન્ય સૂક્ષ્મ પરમાણુમાં જ હોય છે. (એક અણુ તે પરમાણુ કહેવાય છે) અને આપેક્ષિક સૂક્ષ્મ દ્રયણુકાદિમાં સંઘાતરૂપ પરિણમનની અપેક્ષાએ છે. જેમકે આમળા કરતાં બોર સૂક્ષ્મ છે. (તેમ બોર કરતાં ચણોઠી સૂક્ષ્મ, ચણક કરતાં હયણુક સૂક્ષ્મ, ચતુરણુક કરતાં વ્યણુક સૂક્ષ્મ, તેમ અપેક્ષાએ.)
भाष्यम्- स्थौल्यमपि द्विविधम् अन्त्यमापेक्षिकं च, संघातपरिणामापेक्षमेव भवति, तत्रान्त्यं सर्वलोकव्यापिनि महास्कन्धे भवति, आपेक्षिकं बदरादिभ्य आमलकादिष्विति । અર્થ- સ્થૂલતા પણ બે પ્રકારે છે. (૧) અન્ય અને (૨) આપેક્ષિક સંઘાતરૂપ પરિણમનની અપેક્ષાવાળું સ્થૌલ્ય છે. તેમાં પહેલો પ્રકાર જે અન્ય સ્થૂલતા-તે સર્વલોક વ્યાપી મહાસ્કન્ધ છે. આપેક્ષિત સ્થૂલતા-નાના કરતાં મોટાની સ્કૂલતા જેમકે બોર કરતાં આમળામાં સ્કૂલતા છે. (આમળા કરતાં દાડમ મોટા-સ્થૂલ છે.) 1. શબ્દ બે પ્રકારે પણ કહેવાય છે. (૧) પ્રાયોગિક અને (૨) વૈઋસિક. ઉક્ત છ ભેદ પ્રાયોગિક (છવાના પ્રયત્નથી) ના છે. વૈઋસિકમાં વાદળાનો ગરવ વગેરે આવે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org