________________
૧૨૦
તવાથધિગમ સૂત્ર
અધ્યાય - ૪
અર્થ- નારકોને પણ બીજી આદિ ભૂમિમાં પૂર્વ-પૂર્વની જેમ ઉત્કૃષ્ટ સ્થિતિ તે અનન્તર પછી-પછીની (ભૂમિમાં) જઘન્યસ્થિતિ હોય છે. તે આ પ્રમાણે, રત્નપ્રભામાં નારકોની એક સાગરોપમ પ્રમાણ ઉત્કૃષ્ટ સ્થિતિ છે. તે (એક સાગરોપમ) શર્કરા પ્રભામાં જઘન્ય (જાણવી.) ત્રણ સાગરોપમ (પ્રમાણ) ઉત્કૃષ્ટ સ્થિતિ શર્કરા પ્રભામાં છે તે (ત્રણ સાગરો.) વાલુકાપ્રભામાં જઘન્ય (જાણવી) તે પ્રમાણે સર્વભૂમિમાં જાણવું. તમ: પ્રભામાં બાવીસ સાગરોપમ ઉત્કૃષ્ટ સ્થિતિ છે, તે મહાતમ:પ્રભામાં જઘન્ય છે. એ પ્રમાણે. I૪૩
सूत्रम्- दशवर्षसहस्राणि प्रथमायाम् ॥४-४४॥ અર્થ- દશહજાર વર્ષ જઘન્ય સ્થિતિ પહેલી ભૂમિમાં છે.
भाष्यम्- प्रथमायां भूमौ नारकाणां दश वर्षसहस्राणि जघन्या स्थितिः ॥४४॥ અર્થ- પહેલી (રત્નપ્રભા) ભૂમિમાં નારકોની દશ હજાર વર્ષ (પ્રમાણ) જઘન્ય સ્થિતિ છે. ૪જા
सूत्रम्- भवनेषु च ॥४-४५॥ અર્થ- ભવનોમાં પણ દશહજાર વર્ષ પ્રમાણ જઘન્ય સ્થિતિ છે.
भाष्यम्- भवनवासिनां च दश वर्षसहस्राणि जघन्या स्थितिः ॥४५॥ અર્થ- ભવનવાસિની પણ દશહજારવર્ષ પ્રમાણ જઘન્ય સ્થિતિ જાણવી. પાપા
सूत्रम्- व्यन्तराणां च ॥४-४६॥ અર્થ- વ્યંતર દેવોની પણ દશ હજારવર્ષ પ્રમાણ જઘન્ય સ્થિતિ છે.
भाष्यम्- व्यन्तराणां च देवानां दश वर्षसहस्राणि जघन्या स्थितिः ॥४६॥ અર્થ- વ્યન્તર દેવોની (પણ) દશહજાર વર્ષ પ્રમાણ જઘન્ય સ્થિતિ છે. ૪
सूत्रम्- परापल्योपमम् ॥४-४७॥ અર્થ- વ્યન્તરોની ઉત્કૃષ્ટ સ્થિતિ પલ્યોપમની છે.
भाष्यम्- व्यन्तराणां परा स्थितिः पल्योपमं भवति ॥४७।। અર્થ- વ્યન્તરોની ઉત્કૃષ્ટ સ્થિતિ પલ્યોપમ (પ્રમાણ) છે. ૪ળા
Jain Education Intemational
For Personal & Private Use Only
www.jainelibrary.org