SearchBrowseAboutContactDonate
Page Preview
Page 484
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨. સર્વનયાશ્રયણાષ્ટક ૪ ૨ ૩ મુનિઓએ સર્વ નિયોનો આશ્રય કરવો જોઈએ. એથી એમનામાં સમતાનો ગુણ વિકસે છે. નય અનેક છે. પરંતુ એનું સંક્ષિપ્ત વર્ગીકરણ કરવું હોય તો સાત નય બતાવવામાં આવે છેઃ નેગમનય, સંગ્રહનય, વ્યવહારનય, ઋજુસૂત્રનય, શબ્દનય, સમભિરૂઢનય અને એવંભૂતનય. આ દરેકનું સ્વરૂપ, તેના પેટાપ્રકારો ઇત્યાદિ શાસ્ત્રકારોએ બતાવ્યા છે. નયવાદ બહુ મોટો વિષય છે. યથાર્થ જ્ઞાન અને યથાર્થ દૃષ્ટિ પ્રાપ્ત કરવા માટે આ નયોનો અભ્યાસ જરૂરી છે. મુનિઓ માટે નયવાદનો અભ્યાસ આવશ્યક મનાયો છે. કોઈપણ નય પોતાનામાં રહેલા સત્યની વાત કરે તો તે યોગ્ય છે; પણ તે બીજા નયોનો અપલાપ કરે અથવા એમને ખોટા ઠરાવે તો તે અયોગ્ય છે. એવું કરવામાં મિથ્યાત્વ રહેલું છે. સર્વ નયોમાં સાપેક્ષ વૃત્તિ એ સમ્યગ્દર્શન છે. નયોમાં મુખ્ય બે નય મહત્ત્વના છે-વ્યવહારનય અને નિશ્ચયનય. કોઈપણ માત્ર એક જ નયને પકડી રાખે અને બીજાને ખોટો ઠરાવે તે અપૂર્ણ દર્શન છે. સામાન્ય જીવનમાં અને મોક્ષમાર્ગમાં બંને નયની આવશ્યકતા અને ઉપયોગિતા છે. ભગવતીસૂત્રની ટીકામાં કહ્યું છેઃ जइ जिणमयं पवज्जह ता मा ववहारनिच्छए मुयह । इक्केण विणा तित्थं छिज्जइ अन्नेण उ तच्चं ॥ - [જો તું જિનમતનો સ્વીકાર કરે તો વ્યવહાર અને નિશ્ચયને મૂકતો નહિ, કારણ કે એક વ્યવહારનય) વિના તીર્થનો ઉચ્છેદ થશે અને બીજા (નિશ્ચયનય) વિના તત્ત્વનો (સત્યનો) ઉચ્છેદ થશે.] કોઈપણ માત્ર એક નયને જ પકડવો એ એકાન્ત છે અને ભિન્ન ભિન્ન નયથી વિચારણા કરવી એ અનેકાન્ત છે. જેને માર્ગ અને કાન્તનો છે. મુનિઓ પાસે અનેકાન્ત દૃષ્ટિ હોવી જોઈએ. એમ થાય તો એમને રાગદ્વેષનાં પરિણામનો વખત નહિ આવે. એથી એમનું ચારિત્ર સ્થિર થાય છે અને એમનો જ્ઞાનગુણ વિકાસ પામે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005473
Book TitleGyansara
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2006
Total Pages514
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy