SearchBrowseAboutContactDonate
Page Preview
Page 384
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪. શાસ્ત્રાષ્ટક ૩ ૨ ૩ આ રીતે અરિહંત પરમાત્માનું સ્મરણ, રટણ અહોરાત્ર હોવું જોઇએ. એમની પૂજા નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ એ ચાર નિક્ષેપે થવી જોઇએ. વીતરાગ ભગવાન માટે આદર કેમ ન થાય ? એમને આપણે આપણા હૃદયમાં સ્થાન આપીએ છીએ અને એમની આજ્ઞાનુસાર જીવન જીવવા પ્રયત્નશીલ રહીએ છીએ. એટલે જ અહીં કહેવાયું છે કે આપણે શાસ્ત્રને આગળ કર્યા એનો અર્થ એ જ એ કે આપણે વીતરાગ ભગવાનને આગળ કર્યા છે. વળી, એક વાર વીતરાગ ભગવાનને આગળ કર્યા તો સર્વ સિદ્ધિ અવશ્ય મળે જ છે, કારણ કે વીતરાગ ભગવાનનાં વચન એ સર્વજ્ઞનાં વચન છે. એમાં ક્ષતિ કે ત્રુટિ હોઈ ન શકે. અહીં સિદ્ધિની જે વાત કરી છે તે સમ્યગ્દર્શનની, કેવળજ્ઞાનની સિદ્ધિની વાત છે, કોઈ ભૌતિક પદાર્થની કે પુગલના સંગની સિદ્ધિની વાત નથી. આ સંદર્ભમાં શ્રી દેવચંદ્રજી મહારાજે આગમની નીચેની ગાથા ટાંકી છેઃ आगमं आयरंतेणं अत्तणो हियकंखिणो। तित्थनाहो सयंवुद्धो सब्वे ते वहुमनिया ॥ [આગમનો આદર કરવાથી આત્માના હિતની ઇચ્છાવાળા, સ્વયંસંબુદ્ધ તીર્થકર વગેરે બધાનું બહુમાન થાય છે.] આમ, આગમનો આદર કરવાથી એટલે કે આપણાં શાસ્ત્રોનો આદર કરવાથી અરિહંત પરમાત્માનું સ્મરણ હૃદયમાં રહે છે. વળી એથી એમણે સ્થાપેલા ચતુર્વિધ સંઘનું અને એમના મુનિઓનું આદર-બહુમાન થાય છે. [૧૮૯] અદBર્થેડનુથાવત્ત: શાસ્ત્રીપ વિના વડા: I प्राप्नुवन्ति परं खेदं प्रस्खलन्तः पदे पदे ।।२४।।५।। [શબ્દાર્થ : મદાર્થે નહિ જોયેલા અર્થમાં, પરોક્ષ અર્થમાં; અનુધવન્ત:=પાછળ દોડતા; શાસ્ત્રી =શાસ્ત્રરૂપી દીવો; વિના=વગર; નડી:=જડ લોકો, અવિવેકી માણસો; પ્રાનુવન્તિઃપ્રાપ્ત કરે છે, પામે છે; પર=અત્યંત; રવેદં=ખેદ, કુલેશ; પ્રસવતન્તઃ=ઠોકરો ખાતા; પર્વે વે=પગલે પગલે.] Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005473
Book TitleGyansara
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2006
Total Pages514
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy