________________
આપણા આત્માના જેટલા અસંખ્યાત પ્રદેશો પૂર્વભવમાં હતા એટલા જ આ ભવમાં પણ પગના અંગુઠાથી માથા સુધીમાં રહેલા છે. એટલે કે કાંઈ વધતું ઓછું થતું નથી. આત્મા મરતો નથી એ તો હકીકત છે, પણ કાંઈ એના આત્મપ્રદેશોમાં વધઘટ થતી હશે ખરી ? ના, એ તો સમ રહે છે. જેટલા છે તેટલા જ રહે છે. તેને છેદી શકાય નહીં, ભેદી શકાય નહીં એવા છે. આત્મા અમર છે એવી જો યથાર્થ સમજણ હોય તો મોતની બીક ન લાગે. અજ્ઞાનીને બીક લાગે. મોત તો આ શરીરનું છે. શરીર જન્મે છે અને મરે છે. યથાર્થ સમજ હોય તો આપણું કામ થઈ જાય.
ગુરૂવાણી ૪ ૪૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org