SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ 0 ), - શ્રેણિક મહારાજાનો જીવ અત્યારે નારકીમાં છે. એમણે જિંદગીમાં કોઈ દિવસ વ્રત-પચ્ચખાણ કર્યા ન હતાં, છતાં પણ ભગવાન મહાવીરના સંપર્કમાં આવતા તેઓ ક્ષાયિક સમકિતને પામ્યા હતા, અને તીર્થકર નામકર્મ ઉપાર્જન કર્યું હતું. તેથી આવતી ચોવીશીમાં પદ્મનાભ (મહાપદ્મ) નામના પ્રથમ તીર્થંકર થશે. આ તો એક અપવાદરૂપ દાખલો છે. એનો અર્થ એવો નથી કે વ્રત-પચ્ચખાણ ન કરવાં. આપણે વ્રત-પચ્ચખાણ કર્યા હશે, સંયમી જીવન ગાળ્યું હશે ત્યારે તો આ બધા જોગ આપણને મળ્યા છે. નહીં તો મનુષ્યભવ, સત્સંગ, સપુરૂષની ઓળખાણ, સલ્ફાસ્ત્રોનું વાચન, સદ્વિચારણા, વિવેક – આ બધો જોગ ક્યાંથી મળે ? કૃપાળુદેવે તો એમ કહ્યું છે કે, આશય સમજ્યા વગર, ભાવ વગર આ બધાં સાધન કરવાથી ઝાઝું ફળ મળતું નથી. ગુરૂવાણી ૦ ૪૪ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005472
Book TitleGuruvani
Original Sutra AuthorN/A
AuthorLadakchand Manekchand Vora
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year1998
Total Pages74
LanguageGujarati
ClassificationBook_Gujarati & Conduct
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy