________________
( સંકલન વિષે
આ સંકલન માટેની પ્રેરણા મળી પૂ. ગાંધીબાપુની ડાયરીથી. એ ડાયરીમાં ૩૬૫ પાનામાં પૂ. ગાંધીજીનાં વચનો-અમૃતવચનો દરેક પાને મૂકવામાં આવેલ હતા તે પરથી મને (વસંતબેનને) પ. પૂ. ગુરૂદેવના હસ્તાક્ષરમાં ૩૬૫ બોધવચનો એક ડાયરીમાં લખાવી લેવાના ભાવ થયા. ૫.પૂ. ગુરૂદેવ (પ.પૂ. બાપુજી, સાયેલા આશ્રમ) પાસે મેં મારી ઇચ્છા-ભાવના વ્યક્ત કરી. પ્રથમ તો તેઓશ્રીએ એ વિનંતિનો અસ્વીકાર કર્યો. પછીથી બીજી વાર વિનંતિ જરા વિશિષ્ટ પ્રકારે કરી ત્યારે તેઓશ્રી સંમત થયા.
તારીખવાર તેઓશ્રીના હસ્તાક્ષરમાં દરરોજ એક બોધવચન પાસે બેસીને ડાયરીમાં લઈ લેવાનું શરૂ તો કર્યું પણ “સારા કામમાં સો વિઘ્ન” એ ઉક્તિ અનુસાર વિક્ષેપોનો પ્રવાહ ચાલુ થઈ ગયો. ઘણી ધીરજ રાખી, આશાના આશ્રયે પ્રયત્ન ચાલુ રાખ્યો. ત્યારે આંતરે આંતરે માંડ આમાં મૂકવામાં આવ્યા છે એટલા અમૃતવચનોની પ્રાપ્તિ થઈ શકી. છતાં આને પણ આપણું સદ્ભાગ્ય માનવું રહ્યું કેમકે તેઓશ્રીના પોતાના આત્માને સ્પર્શીને નીકળેલા વચનામૃતોની તેઓશ્રીના પોતાના હસ્તાક્ષરમાં આપણને ભેટ મળી.
અસ્તુ..........
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org