________________
પ્રસ્તાવના
સગુરૂના ઉપદેશ વણ, સમજાય ન જિનરૂપ; સમજ્યા વણ ઉપકાર શો ? સમયે જિન સ્વરૂપ.
શ્રી વસંતબેને પ.પૂ. બાપુજી (પ. પૂ. શ્રી લાડકચંદ માણેકચંદ વોરા)નાં બોધવચનોનું તેઓશ્રીના હસ્તાક્ષરમાં સંકલન કરેલ તે અને પ. પૂ. બાપુજીના બોધનું સંકલન જે “શિક્ષામૃત” નામે અમોએ અગાઉ પ્રકાશિત કરેલ તેના આધારે સંકલિત કરેલ વચનો તે ગુરૂવાણી' નામે આપની પાસે રજુ થઈ રહેલ છે.
આ સંકલન તો જ સાર્થક ગણાય કે જો આપણે વારંવાર એનું વાંચન, મનન, પરિચર્યન અને નિદિધ્યાસન કરી, આપણને મળેલ રત્નચિંતામણી જેવા મનુષ્યજીવનની એકેએક પળનો સદુપયોગ કરી મુક્તિમાર્ગે પ્રયાણ કરીએ.
સં. ૨૦૫૫, માગસર સુદ ૧૦ રવિવાર, તા. ૨૯-૧૧-૧૯૯૮
પ્રકાશન સમિતિ શ્રી રાજ સોભાગ સત્સંગ મંડળ
સોભાગપરા, સાયલા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org