SearchBrowseAboutContactDonate
Page Preview
Page 349
Loading...
Download File
Download File
Page Text
________________ શુભિબેન તથા ધનીબેન મારફત સમાચાર મળ્યા છે કે પૂ. બાને પગે સોજા આવ્યા હતા અને દુઃખાવો હતો અને Glucose ના ત્રણ ચાર બાટલા આપવા પડ્યા હતા. તે હવે સારૂં હશે. આપની પણ તબીયતના સમાચાર બ્રહ્મનિષ્ઠ નલિનભાઈએ ગઈ કાલે ઘેર આવ્યા હતા ત્યારે આપ્યા હતા. હવે શરદી વગેરેમાં સારૂં હશે. Books પત્રો વગેરે છાપવા અંગે Discuss કરતા હતા એમાં ૧૦૦૦-૧૨૦૦ કોપી હમણાં છપાવવી પછી તો આપ જેમ નક્કી કરો. તેમાં હવે આ. વસંતબેન માથે લે તો સૌથી સારૂં . એમને જો કોઈ Helper હોય તો કામ ચોક્કસ થાય બાકી છપાવવું ક્યાં, વઢવાણ કે સુરેન્દ્રનગર કે અમદાવાદ ? સસ્તું અમદાવાદ લાગ્યું. એ પણ આપ વિચારી જોશો. અહીં ગયા શુક્ર, શનિ, રવિ રજા હોવાથી અમે લોનાવાલા ગયા હતા. સોમવારે પાછા આવી ગયા હતા. ત્યાંથી આવ્યા પછી લંડન જવાનું જલ્દી નક્કી કર્યું. તારીખ ૧૮ મી એ રવિવારે સવારના પ્લેઇનમાં અમે બધાં જ પારસ, મિનલ, રોહિત, સી. યુ. શાહ જવાના છે. કા૨ણે જે લંડનમાં Suppler છે તે ૧૯, ૨૦, ૨૧, ૨૨ એટલા દિવસ જ મળે એમ છે. પછી Mrs. BRENT બહારગામ જાય છે. એટલે જલદી જવાનું નક્કી કર્યું. નહીં તો જુનમાં જવાનું હતું. લગભગ ૧૨, ૧૩, ૧૫ દિવસ એટલે ૧ લી જુન સુધીમાં લગભગ આવી જવાનું થશે, આધ્યાત્મિક તો બરાબર બેસી ગયું છે. સ્વાધ્યાય, ધ્યાન બરાબર ચાલે છે. આશ્રમમાં બ્રહ્મનિષ્ઠ નલિનભાઈના કહેવા મુજબ બરાબર ગોઠવાઈ ગયું છે. નવનીતભાઈ સારી વ્યવસ્થા કરે છે. ૩૨૮ Jain Education International TRU વીર-રાજપથદર્શિની-૧ For Personal & Private Use Only ܩܩܩܩܩܩܩܩܩ ܩܩܩܩܩܩܐ www.jainelibrary.org
SR No.005469
Book TitleVeer Raj Pathdarshini 01
Original Sutra AuthorN/A
AuthorRaj Saubhag Editorial Committee
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year1998
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy