________________
શંખેશ્વર મહાતીર્થ જ્યાં પોતાને જય થયો હતો તેની પાસે એક નવું નગર વસાવ્યું. જય થવાથી પિતે ત્યાં શંખ વગાડે, તેથી તે નગરનું નામ શંખપુર રાખ્યું.
શ્રીકૃષ્ણ અતિ મનોહર નવીન જિનાલય બંધાવીને તેમાં શ્રી નેમિનાથ ભગવાનની સૂચનાથી ઉક્ત શ્રી પાર્શ્વનાથ પ્રભુની મહાપ્રાભાવિક મૂર્તિને પિતે બિરાજમાન કરી અને તેની સામે ભક્તિથી નમ્ર બનેલી એવી પિતાની મૂર્તિ પણ ત્યાં શ્રીકૃષ્ણ સ્થાપન કરી (તેત્ર નં. ૧૭, ૩૩, ૩૯), અને તે શંખપુર નગર શ્રી પાર્શ્વપ્રભુની પૂજા વગેરેના ખર્ચ માટે શ્રી પાર્શ્વપ્રભુને અર્પણ કર્યું. (સ્તોત્ર નં. ૧૭, ૩૩, ૩૯).
ઉક્ત શ્રી પાર્શ્વનાથ પ્રભુની આ મૂર્તિ સાત ફણવાળી હતી, અને અત્યારે પણ સાત ફણાવાળી છે. કેટલાંક સ્તોત્રમાં ઘણી ફણાવાળી હતી એમ ઉલ્લેખ છે.
શ્રીકૃષ્ણ આ શંખપુર નગર ગઢ, મઠ, મંદિરે, ધર્મશાળાઓ, પળેની પંક્તિઓ, દરવાજા અને તારણેથી યુક્ત વસાવ્યું હતું. ગામની બહાર બાગ-બગીચા, વાડીઓ, મેટાં વૃક્ષનાં વને, અને તે બધામાં લેકેને બેસવા માટેનાં વિરામસ્થાન પણ કરાવ્યાં હતાં. આ કારણે દેવ જેવા શુભતા મોટા ધનાઢય વેપારીઓ અને બીજા પણ મીર, પીર, હમીર, મેટા વીર સુભટ વગેરે લોકો પણ ત્યાં રહેવા આવ્યા. (તેત્ર ૮૦).
ત્યાર પછી દિનપ્રતિદિન શંખપુર નગરની જાહોજલાલી વધતી ગઈ અને શ્રી શંખેશ્વર પાર્શ્વનાથના ઉપર્યુક્ત ચમત્કારની વાત ચારે દિશામાં ફેલાઈ જવાથી દેશદેશથી આ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org