________________
૨૯
સંઘ ને સાધમી વાત્સલ્ય થાય છે. વળી તે માટે
સાધારણુ ખાતાં ચાલે છે. ૧૨. દેરાસરમાં પૂજા-આરતી નિમિત્તે ઘીની ઉછામણી
થાય છે. જે ઘીની વધુ બેલી બેલે તે, તે ક્રિયાને લાભ લઈ શકે છે. પણ તેથી પહેલી પૂજા કે પછી પૂજા કરનાર એ કિયાના પુણ્યલાભથી સર્વથા વંચિત રહી જાય છે, તેમ માનવાને કઈ કારણ નથી. કિયાના ફળને આધાર મન પર છે. જેઓ બેલી નથી બેલી શકતા, તેઓએ એમ વિચારવું કે મને નહિ તે મારા ભાઈને હજે. ઉછામણુની આ રીત વ્યવહારસિદ્ધ હોવા છતાં કેટલાક તેને વેપારી રીત ગણે છે, પણ હજુ શાંતિથી કાર્ય પરિપૂર્ણ કરવાની કોઈ નવી રીત વિચારમાં આવી નથી, ત્યાં સુધી આ પ્રથા ચાલુ રહેશે. સમુદાયમાંથી કોણ પહેલી પૂજા
ભક્તિ કરે એને નિર્ણય આ રીતે વગર વિવાદે થઈ જાય છે. ૧૩. યાત્રા અને પ્રવાસમાં તાત્વિક ભેદ છે. પ્રવાસ શેખ
માટે અને શારીરિક હેતુઓ માટે હોય છે. યાત્રા સંયમ ને દાન માટે હોય છે, આત્માને ઊર્ધ્વગામી બનાવવા માટે હોય છે. ખાવામાં જેટલે નિષ્પાપ ખોરાક લેવાય તેટલે સારે. પીવામાં ઉકાળેલું પાછું યા ગાળેલું પાણી લેવાય તેટલું સારુ. વિષયી ગીતે, વિષયી વાતે સર્વથા તજવી. રાજકારણની ચર્ચાથી બને તેટલા અળગા રહેવું, બ્રહ્મચર્ય પાળવું, તપ કરવું ને સાધુને સત્સંગ કરે. ધર્મના નિયમ પાળવા. દુખિયાનાં દુખો
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org