________________
૨૨
ઉતારેલ છે. તેમની કઈ કઈ કૃતિઓ કદાચ એક યા વધારે સ્થળે છપાઈ પણ ગયેલ હશે. છતાં મેં જે જે ભંડારની હસ્તપ્રત પરથી ઉતારેલ છે, તેનું જ નામ આપેલ છે. જે થોડે ભાગ છાપેલી પ્રતિઓ કે બુકે પરથી ઉતાર્યો છે, તેમાંથી કોઈ કાઈ કૃતિઓ કદાચ એક યા વધારે સ્થળ પણ છપાયેલ હશે. પરંતુ મેં જે પ્રતિ કે ગ્રંથ પરથી ઉતારેલ છે, તેનું જ નામ મુખ્ય રીતે આપ્યું છે; છતાં તે કૃતિ બીજા કેઈ ગ્રંથમાં છપાયાનું મારા જાણવામાં આવ્યું હશે, તે ત્યાં તે ગ્રંથનું નામ પણ જોડે આપી દીધેલ છે.
નાની નાની છંદ, સ્તુતિ, સ્તવન વગેરે મળીને કુલ ૧૬ કૃતિઓ ઉતારતી વખતે તે કયા પુસ્તકમાંથી ઉતારી તેની નોંધ કરવી રહી ગઈ હોવાથી તે તે પુસ્તકનું નામ તેની નીચે આપી શકાયું નથી. પ્રાય: આ કૃતિઓ બહુ પ્રચલિત હોઈ ઘણું પુસ્તકોમાં છપાઈ હશે, એમ જાણીને તે જેમાંથી ઉતારી હશે, તે પુસ્તકોનાં નામ લખી લેવાની તે વખતે જરૂર નહિ લાગી હોય, તેથી જ લખ્યાં નહિ હોય એમ લાગે છે.
મારા ધારવા પ્રમાણે શ્રી પાર્શ્વનાથ પ્રભુજીનાં બીજાં તીર્થો કરતાં શ્રી શંખેશ્વર પાર્શ્વનાથજીનાં સ્તુતિ-સ્તોત્રાદિ વધારે પ્રમાણમાં બન્યાં છે.
મેં તે ફક્ત ૭-૮ ભંડારમાંથી જ સંગ્રહ કર્યો છે. હજુ નાનામોટા સેંકડે ભંડારે છે, તેમાં જોવાથી શ્રી શંખેશ્વર પાર્શ્વનાથજી સંબંધી અનેક કૃતિઓ મળી આવવાની સંભાવના છે, પરંતુ આ પુસ્તક બહુ મોટું થઈ જવાના ડરથી બીજા ભંડારે તપાસીને તેમાંથી અંગ્રહવાનું ભારે મુલતવી રાખવું પડ્યું હતું. - આદિ, અંત કે મધ્યમાં મંગલાચરણરૂપે શ્રી શંખેશ્વર પાશ્વ - નાથ પ્રભુજીની સ્તુતિ જેમાં કરી હોય એવા ગ્રંથે તે ઘણું જ હશે. પણ મેં તે વાનગી રૂપે થડાક ગ્રંથનું મંગલાચરણ આમાં આપેલા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org