________________
૧૨
આવતી કાલે શંખેશ્વર જવું છે, પણ મારી તબિયત બહુ જ ઢીલી છે. જવું કે ન જવું તેને વિચાર ચાલે છે.” " પરંતુ બીજને દિવસે વહેલી સવારે તેઓ અમદાવાદથી શંખેશ્વર જવા નીકળ્યા. એમની નાદુરસ્ત તબિયતના કારણે કેટલાક નિકટના નેહીઓએ પ્રવાસ મુલતવી રાખવા સલાહ આપી, પરંતુ તેમને નિર્ણય અફર જ રહ્યો.
- અનેક રોગોથી ઘેરાયેલા આ સાક્ષર શ્રી શંખેશ્વર તીર્થમાં આવ્યા. જેમ જેમ આ પુનિત તીર્થભૂમિ નજીક આવતી ગઈ તેમ તેમ એમની તબિયતમાં આશ્ચર્યજનક સુધારે થવા લાગે. શરીરમાં નવી જ તાજગીને અનુભવ થવા લાગ્યું. છેલ્લા થોડાક વખતથી તેઓ ભેજન કરવા બેસે ત્યારે ખૂબ ઉબકા આવતા હતા, પરંતુ આ તીર્થભૂમિ પર આવતાં જ એ ફરિયાદ દૂર થઈ ગઈ
પિતાની સાથે દવાની એક આખી બેગ લાવ્યા હતા, પરંતુ શંખેશ્વરમાં આવ્યા પછી તે ખેલવી જ ન પડી! ડાયાબીટીસ અને બ્લડપ્રેશર જેવા ગંભીર રોગની ગેળીઓ એમ ને એમ પડી રહી.
કારતક સુદ ચોથના દિવસે પોતાની રોજનીશીમાં સ્વ. જયભિખુએ પિતે અનુભવેલા ચમત્કારની નોંધ આ પ્રમાણે લખી છેઃ
મારા માટે એક અદ્ભુત ચમત્કાર બન્યું. અહીં આવ્યું ત્યારે જજ પ્તિ તબિયત લઈને આવ્યું હતું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org