________________
વર્તમાન યુગના સંમાન્ય પુરુષ, શિલ્પ સ્થાપત્યના પરમ જ્ઞાની, તીર્થોદ્ધાર અને જીર્ણોદ્ધારને જીવનનું મહાન કાર્ય સમજનાર શ્રેષ્ઠિવર્ય શેઠ કરતુરભાઈ લાલભાઈને સુજન સ્વભાવી ને ઉત્સાહી પુત્ર શ્રી શ્રેણિકભાઈ આ પેઢીને પ્રમુખપદે મળ્યા છે, તે હર્ષો-પાદક બીના છે. અન્ય મહાનુભાવ દ્રષ્ટિએ પણ આ તીર્થ પ્રત્યે પરમ ભક્તિ દાખવી ભવનું ભાતું બાંધે છે. સહુના ઉચ્ચતમ ભાવની અમે અનુમોદના કરીએ છીએ. - આ મહાન તીર્થનો મહિમા ભૂતલમાં વિસ્તરે એ જ એક માત્ર ઝંખના આ પુસ્તકના પ્રકાશન દ્વારા સાકાર કરવાની છે, ને સહુ આત્માઓ જીવનમાં એક વાર આ જીવનદ્ધારક મહાન પ્રતિમાજીનાં ચરણસ્પર્શ પામે, એવી અભ્યર્થના છે.
–સંપાદક
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org