________________
વ્યાધિ, ઉપાધિ નાશ પામે છે. ચિતારૂપી જવાથી જર્જરિત ભક્ત અહીં પુનર્જીવન પામે છે.
અહીં પ્રબલ પ્રભાવી, જાગતી તવાળા અધિષ્ઠાયક દેથી સેવિત ૨૩મા તીર્થકર ભગવાન પાર્શ્વનાથની મૂર્તિ છે, જ્યારે એ પૂજિત થઈ છે બાવીસમા ભગવાન નેમનાથના વખતમાં. રામના જન્મ પહેલાં જેમ રામાયણ નિર્માણ થયું હતું, પેવે આ મહાન ચમત્કારી પારસમણિ જેવી પ્રતિમાને અજબ ગજબનો ઇતિહાસ છે. આશ્ચર્ય એ વાતનું છે કે શંખેશ્વરમાં કઈ ભગવાનનું એક પણ કલ્યાણુક થયું નથી, છતાં એ મહાતીર્થ જેવી ખ્યાતિ પામ્યું છે. પ્રાચીન– અર્વાચીન કવિઓએ પણું અન્ય તીર્થો કરતાં આ તીર્થની હજાર હજાર જિહુવાએ સ્તુતિ-તેત્રાદિ દ્વારા સ્તવના કરી છે.
આ મૂત મહાન છે. સાથે આ ગુર્જરત્રા ભૂમિને ઈતિહાસ પણ મહાન છે. અહીંના એક શૌર્ય–નીતિના પૂજારી ચાવડા (ચાપોત્કટ) ક્ષત્રિયે આ પુણ્યધણ પરથી બળ મેળવી, અરિએને નમાવી, ગુજરાતની સ્થાપના કરી હતી, ને એક દેશપ્રેમી ધર્મ પ્રાણ મહાન સૂરિરાજે નિરાધાર રાજબાળને પિતાના અપાસરામાં આશ્રય આપી ધર્મ ને સંસ્કૃતિને રક્ષક સર હતે. ઇતિહાસ કહે છે કે સર્વધર્મ સમન્વયને ભાવ ને અહિંસા-સત્યનાં વાવેતર ગુજરાતની ધરતીમાં રાજા વનરાજ અને શ્રી. શીલગુણસૂરિજીની શિષ્યગુરુની બેલડીએ ક્યાં હતાં. આજે પણું ભારતમાં અને ભારત બહાર એની સેડમ પ્રસરેલી છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org