________________
ઓ વિરજીની પ્રદક્ષિણા
આ તીર્થધામના કંપાઉંડના મુખ્ય દરવાજાથી નીકળી, ડું બજાશ્માં ચાલી, દક્ષિણ તરફની શેરીમાં વળીને ટાંકાવાળી ધર્મશાળાની રાજમાર્ગ પરની બારી તથા જૂના મંદિરના ખંડિયેર વચ્ચેથી નીકળી, નવા દેશસરના નગારખાનાની ડેલી અને કંપાઉંડના ગઢ પાસે થઈ, ગામના ઝાંપા બહાર નીકળી, શેઠ મેતીલાલ મૂળજીભાઈ હસ્તકની નવી ધર્મશાળાની પાસે થઈ ઉગમણું શેરીમાં થઈને બજારના નાકા પર આવેલા આ તીર્થધામના કંપાઉંડના એ જ મુખ્ય દરવાજામાં પ્રવેશ કરવાથી “પ૦૦ કદમી અથવા કેસી” પ્રદક્ષિણા થાય છે.
મધ્યમ પ્રદક્ષિણા શંખેશ્વર ગામના પશ્ચિમ તરફના–નવી જૈન ધર્મશાળા પાસેના–ઝાંપાથી નીકળીને ખારોલ તળાવ તથા આખા ગામને પ્રદક્ષિણા દઈને પાછા એ જ ઝાંપાથી પ્રવેશ કરવાથી મધ્યમ પ્રદક્ષિણા” થાય છે. આમાં લગભગ ત્રણ માઈલને પંથ થતા હેવાથી આને “દોઢ કેસી પ્રદક્ષિણ” નામ આપી શકાય છે. આ મધ્યમ પ્રદક્ષિણા કરવાથી, ખારસોલ તળાવના કિનારા પરના, જેમાંથી મૂળનાયક શ્રી પાર્શ્વનાથ પ્રભુજીની મૂર્તિ પ્રગટ થઈ હતી તે, “કંડક્વા નામના મેટા ખાડાની, તેની પાસે થડે છેટે દટાઈ ગયેલા જના મંદિરને ઢગલો છે તેની, ગામની મધ્યમાં આવેલા જુના મંદિરના ખંડિયેરની અને નવા મંદિરના આખા કંપાઉંડની પ્રદક્ષિણા થઈ જાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org