________________
શએકવાર તીર્થની પંચતીથી
* ઉપરિયાળા તીર્થ પાટડીથી પૂર્વ દિશામાં છ માઈલ દૂર આવેલું છે. આ ગામ પ્રાચીન છે. અહીં શ્રી આદીશ્વર ભગવાનનું એક શિખરબંધી દેરાસર છે, તેમાં મૂળનાયકજી વગેરે ત્રણ મૂર્તિઓ પીળા આરસની અને એક મૂર્તિ સામ આરસની છે. મૂર્તિઓ. મને હર છે. એ ચારે મૂર્તિઓ વિ. સં. ૧૯૧૯માં જમીનમાંથી. પ્રગટ થઈ હતી, ત્યાર પછી દેરાસર કરાવીને તેમાં પધરાવેલ છે. અઢારમી શતાબ્દીની બનેલી તીર્થમાળાઓમાં ઉપરિયાળામાં દેરાસર હેવાનું લખ્યું છે. એટલે ઉકત મૂર્તિઓ અહીંના જ દેરાસરની હશે, એમ માની શકાય છે. અહીં ધર્મશાળા અને કારખાનું છે, યાત્રાળુઓને સર્વ પ્રકારની સગવડ છે. શ્રાવકનાં ઘર બે જ છે. અવશ્ય યાત્રા કરવા લાયક છે. .
સ્વર્ગસ્થ શાસ્ત્રવિશારદ જૈનાચાર્ય ગુરુદેવ શ્રીમાન વિજયધમસૂરીશ્વરજી મહારાજે અથાગ પરિશ્રમ કરી આ તીર્થની સુવ્યવસ્થા કરાવીને તેને પ્રસિદ્ધિમાં આપ્યું છે. સાધારણ ખાતામાં ખાડે હવે તે ભરપાઈ કરાવીને વિરમગામમાં તેની કમિટી સ્થાપન કરાવીને બજાણા સંઘ પાસેથી વહીવટ વીરમગામની કમિટીને સોંપા. આસપાસનાં ગામમાં વિચરીને ઘણું શ્રાવક-શ્રાવિકાઓને વર્ષમાં એક વાર અવશ્ય યાત્રા કરવાની પ્રતિજ્ઞાઓ કરાવી. ફાગણ સુદિ આઠમને કાયમી મેળો
સ્થા અને આસપાસનાં ગામોમાં તે દિવસે પાખી પાળવાના ઠરાવ કરાવ્યા, તે હજુ સુધી પળાય છે. આ તીર્થની દેખરેખ વિરમગામમાં સ્થપાયેલી કમિટી રાખે છે. તેમના શિષ્યરત્ન શ્રીમાન વિજયભક્તિસૂરીશ્વરજી મહારાજ પણ આ તીર્થ ઉપર વિશેષ ભક્તિ અને લાગણું રાખતા હતા. શંખેશ્વર અને ભેસણું તીર્થની માફક આ તીર્થ પણ પ્રાભાવિક અને ચમત્કારિક છે. અવશ્ય યાત્રા કરવા લાયક છે. બહુ જ શાંતિનું સ્થાન અને આત્મકલયાણુનું સાધન છે. અહીંનાં. હવાપાણી સારી છે. ગ્રામ્યનિવાસ પસંદ હોય તેમણે નિરાંતે ચાર-આઠ દિવસ અવાય રહેવા લાયક આ સ્થાન છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org