________________
મએસ ૨ મહાતીથ અહીં લખાઈ છે. તે વખતે અહીંના જિનાલયમાં મૂળનાયક શ્રી. શાંતિનાથ પ્રભુજી હતા.
* માંડળ વિરમગામ તાલુકાનું સારું ગામ છે. વેપારનું સામાન્ય મથક છે. અહીં વીશા શ્રીમાળી શ્રાવકેનાં ઘર ૩૦૦, ભવ્ય દેરાસર પ, નાના મોટા ઉપાશ્રય ૭, જૈન સંસ્કૃત પાઠશાળા, જૈનશાળા જૈન ધર્મશાળા, શ્રી આયંબિલ વર્ધમાન તપ ખાતું, જૈન ભોજનશાળા, જેન દવાખાનું, શ્રી જૈન સંઘ હસ્તક ચાલતી ઈંગ્લીશ ચાર ધેરણ સુધીની રાષ્ટ્રીય શાળા, જૈન પુસ્તકાલય તથા વાચનાલય, અંચળગચ્છ જૈન જ્ઞાનભંડાર, મોટી પાંજરાપોળ વગેરે છે. દેરાસરે દર્શન કરવા લાયક છે.
માંડળ ગામ ઘણું પ્રાચીન છે. પહેલાં મોટું શહેર અને વેપારનું મથક હતું. શાસ્ત્રોમાં આ ગામના મંદી એ નામથી ઉલ્લેખ જોવામાં આવે છે. શ્રીમાન લક્ષ્મણ ગણીએ પ્રાકૃત ભાષામાં શ્રીસુપાર્શ્વનાથચરિત' વિ. સં. ૧૧૯૯ના માગશર સુદ ૧૫ ગુરુવારે આ ગામમાં રચીને પૂર્ણ કર્યું હતું. જેમાં પુષ્કળ જિનપ્રાસાદો હતા એવી આ મંડલીનગરી (માંડળ)માં (કર્મગ્રંથકાર) શ્રીમાન દેવેન્દ્રસૂરિજીએ શ્રી મહાવીર–જિનપ્રાસાદની પ્રતિષ્ઠા કરી હતી. તથા મહામાત્ય વસ્તુપાલ-તેજપાલના પિતા આસરાજ, “સ્વાલક ગામથી અહીં રહેવા આવ્યા હતા. મ. વસ્તુપાલ અને તેજપાલનો જન્મ અહીં થયો હતો, એવો ઉલ્લેખ પણ કોઈ ઠેકાણે જેવામાં આવે છે. આ ઉપરથી તેમની બાલ્યાવસ્થા અને યુવાવસ્થાને કેટલેક ભાગ અહીં વ્યતીત થયે. હશે એમ જરૂર લાગે છે. પછી તેઓ પિતાના વિશેષ ઉદયની પ્રાપ્તિ માટે ઘવપુર (ધોળકા) રહેવા ગયા, ત્યાં તેમને વિશેષ ઉદય થયું. ત્યાર પછી ગુજરાધિપતિ મહારાજા ભીમદેવ (બીજા)ના મહાઅમાત્ય થઈને તેઓ પાટણ રહેવા ગયા હતા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org