________________
શિએશ્વર તલ પંચતીર્થી 'ઉપરિયાળા જઈને ત્યાંની અપૂર્વ યાત્રાને લાભ લે. પછી ઉપરિયાળા ફલેગ સ્ટેશનથી રેલવેમાં બેસીને સીધા વિરમગામ જવું હોય તે જઈ શકાય છે. અથવા ઉપરિ. યાળા ફલેગ સ્ટેશનથી રેલવેમાં બેસી પાટડી જઈ ત્યાંની યાત્રા કરીને ત્યાંથી પણ રેલવે મારફત વીરમગામ જઈ શકાય છે.
ઉપર પ્રમાણે બે ચક્કર લગાવવાથી શંખેશ્વરજીની પંચતીર્થીનાં તીર્થોની તથા રસ્તામાં આવતાં ગામનાં જિનાલયેની યાત્રા થઈ જાય છે.
માહિતી ૧ માલ =આશરે ૧૨ કિલોમીટર.
* માંડવીમાં દશા શ્રીમાળી શ્રાવકનાં ચાર ઘર છે. દેરાસર, ઉપાશ્રય વગેરે નથી. દર્શન માટે ફોટાની ઓરડી રાખેલ છે. સાધુસાધ્વીજીઓને શ્રાવકના મકાનમાં ઊતરવાની સગવડ કરી આપે છે. સમી અને વરાણા વચ્ચે કુમારિકા (સરસ્વતી) નદી આવે છે. | * મસાલીમાં દેરાસર ૧, ઉપાશ્રય ૧ અને દશા શ્રીમાળી શ્રાવકનું ઘર ૧ છે. સમીથી વરાણા થઈને (માંડવી છેડીને) પરભાય મસાલી જવાથી અરધે માઈલ ઓછું થાય છે. વરાણામાં શ્રાવકનાં ઘર વગેરે કાંઈ નથી. પરંતુ સાધુ-સાધ્વીઓને રાતવાસે રહેવા માટે જગ્યા મળી શકે છે. પણ સમીથી માંડવી થઈને મસાલી જવું વધારે સારું છે. માંડવીથી ખરચલિયા થઈને રાધનપુર જવાથી અરધે ભાઈલ ઓછું થાય છે. પરંતુ માંડવીથી મસાલી થઈ ને રાધનપુર જવાને રસ્તો સારો હોઈ એ જ રસ્તે જવું વધારે ઠીક છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org