________________
મેળા સમજાઈ શકે તેમ છે. - ઉપર્યુક્ત ત્રણ મેળા અને દર પૂનમ સિવાય બીજાં જન પર્વો-તહેવારમાં પણ અહીં યાત્રાળુઓ સારા પ્રમાણમાં એકઠા થાય છે.
- રાધનપુરના નવાબ સાહેબ તરફથી કે સ્ટેટ તરફથી આ તીર્થને જમીન વગેરે કંઈ ને કંઈ બક્ષીસમાં પણ મળ્યું હશે જ, પરંતુ તે સંબંધી કંઈ પણ લેખે કે દસ્તાવેજો મને મળી શક્યા નહીં હોવાથી—ચેકસ માહિતી નહિ. મળવાથી–તે બાબત અહીં વધારે વિગતથી રજૂ કરી શક્યો નથી. પરંતુ આ દેરાસરજીના મુખ્ય દરવાજામાં પ્રવેશ કરતાં પહેલાં, ઓસરીમાં ડાબી બાજુમાં કેસર-સુખડ ઘસવાની એારડી છે, તેની ઓસરીની પાસે દાનપત્રનો એક પથ્થર ખેડેલે છે, તેમાં વિ. સં. ૧૮૨૪ને રાધનપુરના તે વખતના નવાબ સાહેબ હસનખાનજીના પુત્ર ખાનારાણા શ્રી અલપખાનજીના વખતને શિલાલેખ ખોલે છે, પણ તેના અક્ષરો બેડિયા અને ઘસાઈ ગયેલા હોવાથી, મહેનત કરવા છતાં પણ તે લેખ પૂરેપૂરો વાંચી શકાયું નથી. પરંતુ કાંઈક જમીન વગેરે ભેટ કર્યાને અથવા તે દાણ-જકાત માફ કર્યાના દાનપત્રને જ આ શિલાલેખ હવે જોઈએ એમ જણાય છે. આ શિલાલેખ સંબંધી કંઈક વિશેષ જાણવું હોય તેમણે પરિશિષ્ટ ૧ને લેખાંક ૬૪ જે. શિકારની સખત મનાઈ
શંખેશ્વર ગામની હદમાં કોઈ પણ જાતને શિકાર કરવાની મનાઈ ફરમાવવામાં આવી છે..
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org