________________
બગીચા અને ગૌચર જમીન ખારોપાટ કહેવાય છે, એટલે મીઠું પાણી નીકળવાની અત્રે શક્યતા નથી. આ પાણી તથા ઢોરોના ઉપયોગમાં પણ આવે છે. આ બગીચામાં પાકી બાંધેલી એક મોટી છત્રી છે. તે છત્રીની અંદર શિખરબંધી નાની દેરીમાં પાયચંદગચ્છના શ્રી હર્ષચંદ્રસૂરિ નામના શ્રી પૂજ્યનાં પગલાં જેડી ૧ છેતેની ઉપર વિ. સં. ૧૯૧દને લેખ છે (જુઓ લેખ નં. ૬૨). બગીચે (નં. ૨)
ગામના આથમણું (પશ્ચિમ) ઝાંપાની નજીકમાં પણ કારખાનાના તાબાને ચાર વીઘાને એક બગીચે હતે. પણ ત્યાંના કૂવામાં બગીચાને થાય તેટલું પૂરતું પાણી નહીં હોવાથી તે બગીચે કાઢી નાખીને તે જમીન વિઘટીથી ખેડૂતને ખેડવા માટે આપી દેવામાં આવે છે. તેની વાર્ષિક અમુક રકમ કારખાનાને મળે છે. બગીચે (નં. ૩)
શંખેશ્વર ગામની ઉત્તર દિશામાં, ખારસોલ તળાવના કિનારા ઉપર, કંડકૂવાની નજીકમાં, ગુલાબના ફૂલના રોપાવાળે અઢી વિદ્યાને એક બગીચે છે. તે બગીચે એક સખી ગૃહસ્થ સં. ૧૯૯૭માં ખરીદીને શંખેશ્વરજીના કારખાનાને અર્પણ કર્યો છે. તેમાંથી હંમેશાં ગુલાબ વગેરેનાં પુષ્પો પ્રભુજીને ચડાવવા માટે દેરાસરજીમાં આવે છે. ગૌચર જમીન
શંખેશ્વર ગામની ઉત્તર દિશા તરફના ઝાંપા બહાર થી ૧૦
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org