________________
૧૧
મૂર્તિસંખ્યા અને વિશેષ હકીકત અને ગભારે
- આપણી જમણી બાજુના ગભારામાં મૂળનાયક તરીકે ભીડભંજન પાર્શ્વનાથની (તે. ૧૨૯) મનહર મોટી મૂર્તિ ૧ છે. તેમની બન્ને બાજુએ સફેદ આરસના લગભગ ચાર ચાર ફૂટ ઊંચા, મનહર શ્રી નેમિનાથ અને શ્રી આદિનાથના એકએક કાઉસગિયા (ઊભી મૂર્તિ) છે. પ્રત્યેક કાઉસગિયામાં ભગવાનની ૧૧-૧૧ બીજી મૂર્તિઓ કતરેલી છે. એટલે અને મળીને એક ચોવીશી ગણાય. તે બન્ને કાઉસગ્નિયાની ગાદી પર વિ. સં. ૧૩૨૬ માઘ વંદિર રવિવારના લેખો છે.
આપણી ડાબી બાજુના ગભારામાં મૂળનાયક શ્રી અજિતનાથ પ્રભુ વગેરેની આરસની મનેહર મૂર્તિએ ૩ છે. શ્રી અજિતનાથ ભગવાનની મૂર્તિ સં. ૧૯૬૭ની પ્રતિષ્ઠા વખતે જોટાણુથી લાવીને અહીં પધરાવવામાં આવી છે. દેવકુલિકા-રીઓ - દેરી નં. ૧માં વર્તમાન જિન માતૃવીશીને પટ્ટ ૧ છે, તેના પર વર્તમાન વીશીની જિન માતાઓનાં નામે લખેલાં છે. તે પટ્ટની ડાબી બાજુમાં પદ્માવતી દેવીની ખંડિત મૂર્તિ ૧ ને જમણી બાજુમાં યક્ષની ખંડિત મૂર્તિ ૧ છે.
દેરી નં. ૨. આ પદ્માવતી દેવીની દેરી છે. તેમાં વચ્ચે મુખ્ય સ્થાને શ્રી પદ્માવતી દેવીની આશરે ૧૫ ફૂટ ઊંચી મનહર મૂર્તિ લે છે, તેને માથે સર્ષની ફણા છે, તેના ઉપર ભગવાનની એક નાની મૂર્તિ કેતરેલી છે. દેવીની બન્ને બાજુએ સાતમા માતંગ યક્ષની એક એક મૂર્તિ છે. કુલ મૂર્તિઓ ૩ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org