________________
જીર્ણોદ્ધાર ખાતરી નહીં મળવાથી, જીર્ણોદ્ધારના અનુક્રમ નંબરમાં તેને ઉલ્લેખ કર્યો નથી.
તે સિવાય, તેત્રાંક ૪ (“ધનદપ્રબંધ')માં શંખપુરમાં -શંખરાજાના સમયમાં, ત્યાંના જ વતની ધનદ નામના શેઠે મનહર જિનાલય કરાવી, નવીન જિનબિંબની સ્થાપના કરીને એક સુંદર બગીચે કરાવ્યાનું લખ્યું છે. પણ આ વાત કદાચ બીજા કોઈ શંખપુરનગર માટે હોય અથવા તે શંખરાજાના સમયની વાત હોવાથી અતિ પ્રાચીન કાળની આ વાત હોય એમ જણાય છે.
તેમ જ ઉપર્યુક્ત “અચલગચ્છીય બહત્ પટ્ટાવલી ભાષાન્તર, પૃષ્ઠ ૨૨૭માં લખ્યું છે કે, અહીં ચાતુર્માસ રહેલ શ્રી મેરૂતુંગસૂરિજીના ઉપદેશથી વિ. સં. ૧૮૬૮ના કાર્તિક વદિ ૨, સેમવારે, શંખેશ્વરજીમાં કડુઆ નામના શેઠે જિનપ્રતિમાઓની પ્રતિષ્ઠા કરાવેલી છે.
આ પ્રમાણે મુખ્ય મુખ્ય ઉદ્ધા સિવાય અહીં બીજા સૂક્ષ્મ-નાના નાના ઉદ્ધાર તથા બીજી પ્રતિમાઓનું સ્થાપન વગેરે ઘણી વાર થયું હશે, તેમ જ શંખેશ્વર ગામમાં શ્રી શંખેશ્વર પાર્શ્વનાથના દેરાસર ઉપરાંત બીજા દેરાસરે પણ કઈ કઈ કાળમાં અવશ્ય બન્યાં હશે અને તે કેટલાક કાળ વિદ્યમાન રહ્યાં હશે. પરંતુ કાળક્રમે અત્યારે છેલ્લા બે-ત્રણ સિકાથી તે શંખેશ્વર પાર્શ્વનાથની મૂર્તિવાળું વર્તમાનનવીન આ એક જ દેરાસર વિદ્યમાન છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org