________________
શંખેશ્વર મહાતીર્થ છે. એટલે પહેલાં અહીં મૂળ ગભારે, ગૂઢમંડપ વગેરે શું શું હતું તે કાંઈ ચક્કસ રીતે જાણી શકાયું નથી. પરંતુ અહીંના જૂના મુનીમ વાડીલાલ દેવસીભાઈ એ જમીન ખેદાવીને તપાસ કરતાં જણાયું કે, જમીનમાં દેશસરના પાયા મોજૂદ છે. એટલે મૂળ ગભારે વગેરે આ મેદાનમાં વચ્ચે જ હતું, એ ચક્કસ થાય છે.
ભમતીની બધી દેરીઓના ખંડિયેરો હજુ ઊભાં છે. લગભગ બધી દેરીઓની બહારની ભીંતે, બારશાખો, ઓશરીના સ્તંભે અને ઉપરનાં શિખરનો થેડે ઘણે (કોઈમાં ચાર આની, કોઈમાં આઠ આની તે કઈમાં બાર આની) ભાગ હજુ સાબૂત ઊભે છે. ઘણીખરી દેરીઓની બારશાખો હજુ લાગેલી છે, છતાં દરેકને ડો-ઘણે -ભાગ તે અવશ્ય પડી ગયો છે.
બધી દેરીઓ અને ગભારાને છત સુધીને ભાગ ખારા પથ્થરને બનલે હતે. વચ્ચેની દીવાલે અને શિખર ઈટેનાં બનેલાં હતાં. મેટા ગભાર વગેરેની દીવાલમાં કરેલ ચૂનાના પ્લાટરમાં સુંદર નકશી કરેલી હતી, તેના નમૂના હજુ કેટલેક ઠેકાણે મજૂદ છે. બધી દેરીઓની આગળની ઓશરી, તેની છત, મુખ્ય દરવાજો અને ગામ તરફને દરવાજે વગેરે ભાગ સાવ પડી ગયા છે. મુખ્ય અને ગામ તરફના દરવાજાને સ્થાને હાલમાં દીવાલ ચણવી લઈને ગામ તરફના દરવાજાને સ્થાને, તે કંપાઉંડમાં આવવા જવા માટે બારણું મૂકીને એ કંપાઉંડને કબજે કરી લીધું છે. આ કંપાઉંડ અહીંના જૈન શ્વેતાંબર કારખાનાના તાબામાં છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org