________________
ર
શએશ્વર મહાતીર્થ મુકામ કરીને, સૂરિ, સાધુ અને સમસ્ત સંઘે મળીને શ્રી ગેડી પાર્શ્વનાથની ખૂબ જ ભક્તિભરી લાગણીથી સ્તુતિ કરી અને દર્શન કરવાની ઉત્કંઠાથી પ્રભુની સ્તુતિ, સ્મરણ ભાવના, ધ્યાન કરતાં રાત્રિ વિતાવી. તેથી પ્રસન્ન થઈને શાસનદેવે ઠા. જેસાજીને રાત્રે સ્વપ્ન આપ્યું. ગજસિંહ ઠાકરની સમજાવટથી સમાધાન થયું. ઠા. જેસાજી માન્ય તેણે સુંદર બગીચામાં સજાવટ કરીને શ્રી ગેડી પાર્શ્વનાથની મૂર્તિ પધરાવી. સંઘના આનંદને પાર ન રહ્યો.
સમસ્ત સંઘને દર્શન થયાં. સૌએ પૂજા–સેવા વગેરે પ્રભુભક્તિને સારી રીતે લાભ લીધે. આ સમાચાર વાયુવેગે ફેલાતાં દેશદેશ અને ગામેગામથી સંઘ આવ્યા. સૌને દર્શનાદિને લાભ મળે. સાધમ વાત્સલ્ય, લહેણીઓ વગેરે ખૂબ ખૂબ થયું. ઠા. જેસાજીને ઘણું ધન આપ્યું, તે રાજી થયો. તેણે આ સંઘવીને કાગળ લઈને જે આવે તેનું મુંડકું માફ કર્યું. આ બધી હકીકતનું આ તીર્થમાલામાં ખૂબ વિસ્તારથી વર્ણન કર્યું છે, તથા સંઘના આખા રસ્તામાં આવેલાં જિનાલયેવાળાં ગામોનું વર્ણન, ઠેકઠેકાણે સંઘ જમાડનાર તથા લહેણીઓ કરનારાઓનાં નામ વગેરે ઘણું ઘણું વર્ણન આમાં આપ્યું છે. ઐતિહાસિક દૃષ્ટિથી પણ આ તીર્થમાલા ઘણું ઉપયોગી છે.
(૮) ધામી વીરજીએ કાઢેલા ચતુર્વિધ સંઘ સાથે તપાગચ્છનાયક શ્રી વિજયસેનસૂરિજી (બીજા), શ્રી વિજય ધર્મસૂરિજી, ઉપાધ્યાય શ્રી રાજવિજયજી, અમૃતવિજ્યજી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org