________________
સંઘમાં ઘણું ગાડાં અને ઘણા માણસ હતા. આ સંઘ નીકળ્યાની વાત દૂર દૂરનાં ગામોમાં પણ ફેલાઈ ગઈ હતી.
ઝઝૂવાડાથી શંખેશ્વર ફક્ત આઠ જ ગાઉ થતું હોવાથી, સંઘનું પ્રયાણ દિવસે જ કરવાનું હોવાથી તથા એ તરફમાં શેર-ડાકુના ઉપદ્રવને ભય ઓછો હેવાથી, સંઘપતિએ વિશેષ ચોકીદાર સાથે લેવાની વ્યવસ્થા કરી નહોતી. આ વાતની છેટેનાં ગામડાઓના લૂંટારુઓને ખબર પડવાથી તેમની એક ટોળી મળી અને તેણે આ સંઘને લૂંટવાને નિર્ણય કર્યો. જ્યારે આ સંઘ આદરિયાણા અને શંખેશ્વર વચ્ચે આવેલી નદી પાસે આવી પહોંચ્યા, ત્યારે તે ધાડપાડુઓની હથિયારબંધ ટેળીને આવતી જોઈને સંઘના માણસે ભય પામ્યા, અને શંખેશ્વર પાર્શ્વનાથનું સ્મરણ કરવા લાગ્યા. ધાડપાડુઓ નજીક આવીને સંઘના માણસોને ડરાવવા તથા લૂંટવાની તૈયારી કરવા લાગ્યા. પરંતુ થેડી વારમાં જ, ભાવપૂર્વક કરેલા સ્મરણથી, શંખેશ્વરની દિશા તરફથી ઘેડેસવારોની એક ટુકડી આવી પહોંચી. તેણે ધાડપાડુઓને ખૂબ ધમકાવ્યા, તેથી ધાડપાડુઓ ભાગવા લાગ્યા.
ઘોડેસવારની ટુકડી તેમની પાછળ પડી. ધાડપાડુઓ ભાગી ગયા એટલે ઘેડેસવારોની ટુકડી ક્યાં અદશ્ય થઈ ગઈ તેની ખબર પણ ન પડી. સંઘ શંખેશ્વર પહોંચી ગયે અને ત્યાં સૌએ આનંદપૂર્વક યાત્રા-સેવા-પૂજા-દર્શનાદિને લાભ લીધે. શ્રી ૬
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org