________________
જગડુશાહ
કચ્છદેશમાં ભદ્રેશ્વર ગામ. ત્યાં રહે એક શેઠ-શેઠાણી. શેઠનું નામ સોલક ને શેઠાણીનું નામ લખમી. તેમને થયા ત્રણ દીકરા.
એકનું નામ જગડુ, બીજાનું નામ રાજ ને ત્રીજાનું નામ પદ્મ.
ત્રણે ભાઈ આપકર્મી, બહાદુર ને હોશિયાર. ઉંમરલાયક થયા એટલે ત્રણેને સારા ઘરની કન્યાઓ પરણાવી. જગડુને યશોમતી, રાજને રાજલદે અને પદ્મને પદ્મા.
દીકરા હજી પહેલી વીશીમાં છે ત્યાં સોલક શ્રાવક મરણ પામ્યા. ત્રણે ભાઈને ખૂબ શોક થયો, પણ શોક કર્યે શું વળે ! વહેલા મોડા સહુને જવાનું છે. જગડુએ ધીરજ ધરી ઘરનો બધો કારભાર ઉપાડી લીધો.
ત્રણે ભાઈમાં જગડુ ખૂબ હોશિયાર. તેનું મન ઘણું મોટું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org