________________
જૈન બાલગ્રંથાવલિ શ્રેણીઃ ૧.
: ***
*
છે. સાસુ આશીર્વાદ આપે છે. મયણા સગી બહેન કહી બોલાવે છે.
સહુના દિવસ સુખમાં વીતે છે. એક દિવસ નટ નાચવા આવ્યા છે. સાથે ભારે સુંદર નદી છે. નટે તો નાટારંભ માંડ્યો છે, પણ નટડી ઊભી થતી નથી. એ તો રૂવે છે, રૂવે છે, ચોધાર આંસુએ રૂવે છે!
મયણાનું દિલ દયાળુ છે. એ કહે, “બહેન, શાં દુઃખ છે.” આંખે આંખ મળી છે; બહેને બહેનને ઓળખી છે. મયણાએ દોડીને બહેનને છાતીએ લગાડી છે: “બહેન, બહેન સુરસુંદરી, આ દુઃખ શાં?'
બહેન, રાજ ગયાં ને પાટ ગયાં. નટ ને નટવી થઈ પેટ ભરીએ છીએ. દુઃખના દરિયા ઊમટ્યા છે.” .
“બહેન, દેવની ગતિ એવી છે. આપણાં કર્યા આપણે ભોગવીએ છીએ. ધર્મનું શરણ લે. નવપદજીનું ધ્યાન ધર. દુઃખની રાત દૂર થશે. સુખનો સૂરજ ઊગશે. કોઈનું આપ્યું લીધું સદા પોગતું નથી.”
બહેન-બનેવીને સાથે રાખ્યાં છે ને ગયાં રાજપાટ પાછાં લાવ્યાં છે. આનંદ આનંદ વર્તાય છે, પણ હજી બાપના રાજ પર તો કપટી કાકો બેઠો છે. શ્રીપાળે ચઢાઈ કરી છે. કાકો હાર્યો છે, જઈને સાધુ બન્યો છે.
શ્રીપાળે રાજ લીધાં છે, પિતાનું સિંહાસન સોહાવ્યું છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org