________________
મુનિસુવ્રત સ્વામિનું ચૈત્યવંદ
ૐ શ્રી મુનિસુવ્રત સ્વામિનું ચૈત્યવંદન મુનિસુવ્રત જિન વીશમા, કચ્છપનું લંછન. પદ્મા માતા જેહની, સુમિત્ર નૃપ નંદન. ॥ ૧ ॥ રાજગૃહી નયરી ધણી, વીશ ધનુષ શરીર., કર્મ નિકાચિત રેણુ વ્રજ, ઉદ્દામ સમીર ॥ ૨ ॥ ત્રીશ હજાર વરસ તણું એ, પાળી આયુ ઉદાર, પદ્મવિજય કહે શિવ લહ્યા, શાશ્વત સુખ નિરધાર. ॥ ૩ ॥
સ્તવન (૧)
મુનિસુવ્રત જિન મહેર કરીને, સેવક સન્મુખ દેખો, ચોપન લાખ વર્ષનું અંતર, મલ્લિ જિણંદથી પરખો. વિજન ભાવ ધરીને એહ, અતિ આદર કરી પૂજો. શ્રાવણ સુદિ પૂનમ પ્રભુ ચવિયા, જન્મ આઠમ જેઠ વિદે, વીશ ધનુષની દેહ વિરાજે, રૂપ તણી હુયે હિંદ. વિ. ૨. ફાગણ સુદિ બારસ દિન દિક્ષા, શામળ વરણો સોહે.
ફાગણ વદિ બારસ દિન પ્રભુજી, ક્ષપક શ્રેણિ આરોહે . ભવિ. ૩. લહી જ્ઞાનને દીધી દેશના, ભવિજનને ઉપગારે,
ત્રીશ હજાર વરસ ભોગવીઉં, આયુ શુદ્ધ પ્રકારે. ભવિ. ૪. જેઠ દિ નવમીયે વરીયા, જિન ઉત્તમ વર સિદ્ધિ, પદ્મવિજય કહે પરગટ કીધી, આપ અનંતી કે રિદ્ધિ ભવિ. ૫. થોય
મુનિસુવ્રત નામે, જે ભવિ ચિત્ત કામે, સવિ સંપત્તિ પામે, સ્વર્ગનાં સુખ જામે, દુર્ગતિ દુઃખ વામે, નવિ પડે મોહ ભામે, સવિ કર્મ વિરામે, જઈ વસે સિદ્ધિ ધામે ૧.
૮૬
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org