________________
શ્રી નમિનાથ પ્રભુનું ચૈત્યવંદન! શ્રી નમિનાથ પ્રભુનું ચૈત્યવંદન મિથિલા નયરી રાજીયો, વપ્રા સુત સાચો, વિજયરાય સુત છોડીને, અવર મત માચો. ૧ નીલકમલ લંછન ભલું, પન્નર ધનુષની દેહ. નમિ જિનવરનું સોહતું, ગુણ ગણ મણિગેહ. છે દશ હજાર વરસતણું એ, પાળ્યું પરગટ આય. પદ્મવિજય કહે પુણ્યથી, નમીયે તે જિનરાય. . ૩
સ્તવન (૧) નિત નમીયે નમિ જિનવરું રે જો, જે એક અનેક સ્વરૂપ જો. નિત્ય અનિત્ય પણે વળી જો, જેહના ગુણ અતિ અદ્ભૂત જો. નિ. ૧.
અવયવી અવયવ રૂપ છે જો, જે અસ્તિ નાસ્તિ સ્વભાવ જો, વળી ગુણાતીત ને જે ગુણી જો, રૂપાતીત સ્વરૂપી ભાવજો. નિ. ૨.
વ્યય ઉત્પત્તિ ધ્રુવ જેહ છે જો, જે વેદી અવેદી વિચાર જો. ભિન્નપણે અભિનપણે કરી જો, નિત્ય ભોગવે સુખશ્રીકાર જો. નિ. ૩. કર્તા અકર્તા જેહ છે જો, વળી ભોક્તા અભોક્તા જેહ જો. સક્રિય અને અક્રિય વળી જો, પરિણામ ઈતર ગુણ ગેહ જો. નિ. ૪. યોગાતીત યોગીચરૂ જો, વર્ણાતીત ને તદવંતજો.
સ્યાદવાદે એણી પરે કરી જો, તું સિદ્ધ સ્વરૂપ ભગવંત જો. નિ. પ. ઈમ જિનવરને ઓળખી જો, જે થિર મન કરી કરે સેવજો, ઉત્તમ ભવિજન તે હોવે જો, કહે પદ્મવિજય પોતે દેવજો નિ. ૬.
થોય. નમિયે નમિનેહ, પુણ્ય થાયે જયું દેહ, અઘ સમુદય જેહ, તે રહે નાહી રેહ, લહે કેવલ તેહ, સેવાના કાર્ય એહ, લહે શિવપુર ગેહ, કર્મનો આણી છેહ. ૧.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org