________________
શ્રી નેમિનાથ પ્રભુનું ચૈત્યવંદનો
થી શ્રી નેમિનાથ પ્રભુનું ચૈત્યવંદન
નેમિનાથ બાવીશમા, શિવાદેવી માય, સમુદ્રવિજયપૃથિવીપતિ, પ્રભુના તાય. | ૧ દશ ધનુષની દેહડી, આયુ વરસ હજાર, શંખ લંછનધર સ્વામીજી, તજી રાજુલ નાર. ર છે સૌરીપુરી નયરી ભલી એ, બ્રહ્મચારી ભગવાન, જિન ઉત્તમ પદ પાને, નમતાં અવિચલ ઠાણ. . ૩
સ્તવન (૧)
શામળીયા લાલ તોરણથી રથ ફર્યો કારણ કહોને, ગુણ ગિરૂઆ લાલ મુજને મૂકી ચાલ્યા દરિસણ ઘો ને. હું છું નારી તે તમારી, તુમ સે પ્રીતિ મૂકી અમારી. તુમે સંયમ સ્ત્રીમનમાં ધારી.
શામ. ૧. તુમે પશુ ઉપર કૃપા આણી, તુમે મારી વાત ન કો જાણી તુમ વિણ પરણું નહિ કો પ્રાણી.
શામ. ૨. આઠ ભવોની પ્રીતલડી, મૂકીને ચાલ્યા રોતલડી. નહિ સજ્જનની એ રીતલડી.
શામ. ૩. નવિ કીધો હાથ ઉપર હાથે, તો કર મૂકાવું હું માથે, પણ જાવું પ્રભુજીની સાથે.
શામ. ૪.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org