________________
આ મલ્લીનાથ પ્રભુનું ચૈત્યવંદન,
શ્રી મલ્લીનાથ પ્રભુનું ચૈત્યવંદન
મલ્લિનાથ ઓગણીશમા, જસ મિથિલા નયરી, પ્રભાવતી જસ માવડી, ટાલે કર્મ વયરી. ૧ તાત શ્રી કુંભ નરેસરૂ, ધનુષ પચવીશની કાય, લંછન કલશ મંગલ કરૂ, નિર્મમ નિરમાય. એ ૨ વરસ પંચાવન સહસનું એ, જિનવર ઉત્તમ આય, પદ્મવિજય કહે તેહને, નમતાં શિવસુખ થાય. છે ૩ છે
સ્તવન (૧)
મલ્લિ જિનેશ્વર અરચિત કેસર, અલવેસર અવિનાશીજી, પરમેશ્વર પૂરણપદ ભોક્તા, ગુણ રાશી શિવવાસી, જિનાજી ધ્યાવાજી, મલ્લિનિણંદ મુણિંદ, ગુણ ગણ ગાવોજી. મૃગશિર સુદિ એકાદશી દિવસે, ઉપવું કેવલનાણજી, લોકાલોક પ્રકાશક ભાસક, પ્રગટ્યો અભિનવ ભાણ. જિનજી. ૨. અત્યાદિક - ચઉનાણનું ભાસન, એહમાં સકલ સમાયજી, ગ્રહ ઉડુ તારા ચન્દ્રપ્રભા જિમ, તરણી તેજમાં જાય. જિનજી. ૩. શેય ભાવ સવિ જ્ઞાને જાણે, જે સામાન્ય વિશેષજી, આપ સ્વભાવે રમણ કરે પ્રભુ, તજી પુદ્ગલ સંકલેશ. જિનજી. ૪.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org