________________
श्री
અરનાથ
પ્રભુનું ચૈત્યવંદન
શ્રી અરનાથ પ્રભુનું ચૈત્યવંદન
નાગપુરે અર જિનવરૂ, સુદર્શન ગૃપ નંદ, દેવી માતા જનમીયો, વિજન સુખકંદ. ü ૧ ॥ લંછન નંદાવર્ત્તનું, કાયા ધનુષહ ત્રીશ, સહસ ચોરાશી વર્ષનું, આયુ જાસ જગીશ ॥ ૨ ॥ અરુજ અજર અર જિનવરૂએ, પામ્યા ઉત્તમ ઠાણ, તસ પદ પદ્મ આલંબતાં, લહીયે પદ નિર્વાણ. ॥ ૩ ॥
સ્તવન (૧)
શ્રી અરનાથ જિન સાંભળો, સેવકની અરદાસ,
ભવ અટવીમાંહિ હું ભમ્યો, બંધાણો મોહ પાસ. શ્રી અર. ૧.
મોહરાયના રાજ્યમાં, બહોળું કટક જણાય, મિથ્યા મહેતો તિહાં અછે, મંત્રી કુબુદ્ધિ કહાય. શ્રી અર. ૨.
૮૨
અભગા સિપાઈ અતિ ઘણા, કહેતાં નાવે પાર, તો પણ અધિકારી તણા, નામ કહું નિરધાર. શ્રી અર. ૩.
ક્રોધ માયા લોભ માન તે, મૂકે ન માહરો સંગ, મુજ પણ તે છે વાલ્વા, નવિ મુકું રંગ. શ્રી અર. ૪. રાગ દ્વેષ દોય મલ્લ વળી, બંધાણો બાંહી મરોડ,
હવે
પ્રભુ તુમ્હ આગળ રહી, વિનંતી કરૂં કર જોડ. શ્રી અર. ૫.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org