________________
શ્રી કુંથુનાથ પ્રભુનું ચૈત્યવંદન) શ્રી કુંથુનાથ પ્રભુનું ચૈત્યવંદન કુંથુનાથ કામિત દીયે, ગજપુરનો રાય, સિરિમાતા ઉર અવતર્યો, શૂર નરપતિ તાય. ૧ કાયા પાંત્રીશ ધનુષની, લંછન જસ છાગ, કેવલ જ્ઞાનાદિક ગુણો, પ્રણમો ધરી રાગ. ૨ સહસ પંચાણું વરસનું એ, પાલી ઉત્તમ આય, પદ્મવિજય કહે પ્રણમીયે, ભાવે શ્રી જિનરાય.૩
સ્તવન (૧) કુંથુ જિનેસર પરમ કૃપા કરૂ, જગગુરૂ જાગતી જ્યોત. સોભાગી. અરધ પલ્યોપમ અંતર શાંતિથી, કુંથ જિણંદ વિચે હોત. સો. - ૧. ચવીયા શ્રાવણ વદિ નવમી દિને, વૈશાખ વદિમાં રે જન્મ. સો. ચૌદશને દિને પ્રભુ તે પ્રણમતાં, બાંધે નવિ કોય કમ્મ. સો. - ૨. પાંત્રીસ ધનુષ પ્રમાણે દેહડી, કંચનવાને રે કાય, સો. વૈશાખ વદિ પાંચમે દીક્ષા ગ્રહી, તપ કરી કર્મ જલાય. સો. - ૩. ચૈત્ર સુદિ ત્રીજે જ્ઞાની થયા, આયુ પંચાણું હજાર. સો. વૈશાખ વદિ પડવે શિવવર્યા, અશરીરી અણાહાર. સો. -૪. સુર ઘટ સુર ગવિ સુરમણિ ઓપમા, જિન ઉત્તમ લહે જેહ. સો. મુજ મનવંછિત પ્રભુજી આપજો, પદ્મવિજય કહે એહ. સો. - પ.
થોય. કંથ જિનનાથ, જે કરે છે સનાથ, તારે ભવ પાથ, જે ગ્રહી ભવ્ય હાથ, એહનો તજે સાથ, બાવલ દીયે બાથ, તરે સુર નર સાથ, જે સુણે એક ગાથ. ૧.
૮૧]
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org