________________
આ ધર્મતાથ પ્રભુનું ચૈત્યવંદન
— - શ્રી ધર્મનાથ પ્રભુનું ચૈત્યવંદન ક ભાનુનંદન ધર્મનાથ, સુવ્રતા ભલી માત, વજ લંછન વજ નમે, ત્રણ ભુવન વિખ્યાત. . ૧ દશ લાખ વરસનું આઉખું, વપુ ધનુ પિસ્તાલીશ, રત્નપુરીનો રાજીયો, જગમાં જાસ જગીશ. ૨ ધર્મ મારગ જિનવર કહીએ, ઉત્તમ જન આધાર, તેણે તુજ પાદ પદ્મતણી, સેવા કરૂં નિરધાર. B ૩
સ્તવન (૧) શ્રી ધર્મ જિનેસર દેવા, બીજાની ન કરૂં તેવા સાહિબ અરજ સુણો. તે તો કાચ સકલના જેહવા, તું ચિંતામણી દુઃખ હરેવા. હો.સા. ૧. તે નવિ લધા આપે ધર્મ, તસ સેવા કિમે દિયે શર્મ. હો.સા. તું તો ધર્મતણી અધિકારી, ધર્મજનને સુખકારી. હો.સા. ૨. નિજ જેહ જેહ અનંતા ધર્મ, કર્યા પરગટ છંડી કર્મ. હો.સા. મુજ પણ જેહ ધર્મ અનંતા, પ્રગટ કરવા કરૂં ચિંતા, હો.સા. ૩. તસ તું પ્રભુ કારણ મિલિઓ, હવે તરીયો ભવજલદરિયો. હો.સા. તુજ મૂર્તિ સૂરતમાંહિ, મનોહર દીઠી ઉ ચ્છાહિ. હો.સા. ૪. તેહથી તુજ પ્રત્યય આવ્યો, જિન ઉત્તમ ભાવે ભાવ્યો. હો.સા. કહે પદ્મ વિજય પ્રભુ સેવા, કરવા અક્ષયપદ લેવા. હો.સા. ૫.
થોય ધરમ ધરમ ધોરી, કર્મના પાસ તોરી, કેવલ શ્રી જોરી, જેહ ચોરે ન ચોરી, દર્શન મદ છોરી, જાય ભાગ્યા સટોરી,
નમે સુરનર કોરી, તે વરે સિદ્ધિ ગોરી. ૧. (૭૮ -
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org