________________
~~
~ ~
શ્રી વિમલનાથ પ્રભુનું ચૈત્યવંદન! શ્રી શ્રી વિમલનાથ પ્રભુનું ચૈત્યવંદન એક
કપિલપુર વિમલ પ્રભુ, શ્યામા માત મલ્હાર, કૃતવર્મા નૃપકુલ નભ, ઉગમીયો દિનકાર છે ૧ લંછન રાજે વરાહનું, સાઠ ધનુષની કાય, સાઠ લાખ વરસાં તણું, આયુ સુખદાય | ૨ વિમલવિમલ પોતે થયા એ, સેવકવિમલ કરેહ, તુજ પદ પદ્મ વિમલ પ્રતિ, સેવું ધરી સસનેહ. ૩
સ્તવન (૧) વિમલજિનેશ્વર વયણ સુણીને, વિમલતાનિજ ઓળખાણી રે, પુદ્ગલ તત્ત્વાદિક ભિન્ન સત્તા, સિદ્ધ સમાન પિછાણી રે. વિમલ. ૧. પુદ્ગલ સંગથી પુદગલમય, નિજ ખીર નર પરે અપ્પા રે. એતા દિન લગે એહિ જ ભ્રાંતિ, પુદ્ગલ અપ્પા થપ્પા રે. વિમલ. ૨. માનુ અબ મેં વાણી સુણીને, નિજ આતમ રિદ્ધિ પાઈ રે. ગૃહ અંતરગત વિધિ બતલાવત, લહે આણંદ સવાઈ રે. વિમલ. ૩. અપ્પા લહ્યો તું દેહને અંદર, ગુણ અનંત નિધાન રે, આવારક આચાર્ય આવરણ, જાણ્યા ભેઅ સમાન રે. વિમલ. ૪. સિદ્ધ સમાન વિમલતા નિજ તે, કરવા પ્રગટ સ્વભાવ રે, વિમલ જિન ઉત્તમ આલંબન, પદ્મ વિજય કરે દાવ રે. વિમલ. ૫.
થોય. વિમલ જિન જુહારો, પાપ સંતાપ વારો, શ્યામાંબ મલ્હારો, વિશ્વે કીર્તિ વિહારો, યોજન વિસ્તારો, જાસ વાણી પ્રસારો, ગુણગણ આધારો, પુણ્યના એ પ્રકારો. ૧.
| ૭૫]
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org