________________
શ્રી વાસુપૂજ્ય સ્વામીનું જીવન
સ્તવન (૨)
૧.
વાસવ વંદિત વંદીએ જી, વાસુપૂજ્ય જિનરાય, શ્રેયાંસને વાસુપૂજ્ય વચ્ચે રે, ચોપન સાગર જાય, જિનેસર તું મુજ પ્રાણ આધાર, તેહિ જ મોક્ષ દાતાર. ચવીયા જેઠ સુદિ નવમીયેં રે, જનમ તો ફાગણ માસ, વદિ ચૌદશ દિન જાણીયે રે, ત્રોડે ભવ ભય પાસ. જિનેસર. ૨. સિત્તેર ધનુ તનુ રક્તતા રે, દીપે જાસ પવિત્ત, અમાવાસ્યા ફાગણ તણી રે, જિનવર લીયે ચારિત્ત. જિનેસર. ૩. બીજ માહ સુદની ભલી રે, પામ્યા જ્ઞાન મહંત, અષાઢ સુદિ ચૌદશે કર્યો રે, આઠ કરમનો અંત. જિનેસર. ૪. આયુ બોંતેર લખ વરસનું રે, જિન ઉત્તમ મહારાજ, બાંહિ ગ્રહીને, તારીયે રે, પદ્મવિજય કહે આજ. જિનેસર. ૫.
થોચ
વિશ્વના ઉપકારી, ધર્મના આદિકારી, ધર્મના દાતારી, કામક્રોધાદિ વારી, તાર્યા નરનારી દુઃખ દોહગ હારી, વાસુપૂજ્ય નિહારી, જાઉં હું નિત્ય વારી. ૧.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org