________________
શ્રી વાસુપૂજ્ય સ્વામીનું ચૈત્યવંદન
શ્રી વાસુપૂજ્ય સ્વામિનું ચૈત્યવંદન
વાસવ વંદિત વાસુપૂજ્ય, ચંપાપુરી કામ, વસુપૂજ્ય કુલ ચંદ્રમા, માતા જયા નામ. ॥ ૧ ॥ મહિષ લંછન જિન બારમા, સિત્તેર ધનુષ પ્રમાણ, કાયા આયુ વરસી વલી, બહોતેર લાખ વખાણ. ॥ ૨ ॥ સંઘ ચતુર્વિધ થાપીને એ, જિન ઉત્તમ મહારાય, તસ મુખ પદ્મ વચન સુણી, પરમાનંદી થાય. ૫ ૩ ૫ સ્તવન (૧) વાસવ વંદિત વંદિએજી, વાસુપૂજ્ય જિનરાય, માનુ અરૂણ વિગ્રહ કર્યોજી, અંતર રિપુ જયકાર, ગુણાકર અદ્ભૂત તાહરી રે વાત, સુણતાં હોય સુખ શાંત. અંતર રિપુ ક્રમ જય કર્યોજી, પામ્યો કેવલજ્ઞાન શૈલેશી કરણે દહ્યાંજી, શેષ કરમ શુભ ધ્યાન. ગુણાકર. ૨. બંધન છેદાદીક થકીજી, જઈ ફરસ્યો લોકાંત, જિહાં નિજ એક અવગાહનાજી, તિહાં ભવ મુક્ત અનંત. ગુણાકર. ૩. અવગાહના જે મૂળ છેજી, તેહમાં સિદ્ધ અનંત, તેહથી અસંખ્ય ગુણા હોયેંજી, ફરસિત જિન ભગવંત. ગુણાકર. ૪. અસંખ્ય પ્રદેશ અવગાહનાજી, અસંખ્ય ગુણ તિણે હોય, જ્યોતિમાં જ્યોતિ મિલ્યા કરેજી, પણ સંકીર્ણ ન કોય. ગુણાકર. ૫. સિદ્ધ બુદ્ધ પરમાતમાજી, આધિ વ્યાધિ કરી દૂર, અચલ અમલ નિઃકલંક તું જી, ચિદાનંદ ભરપૂર. ગુણાકર. ૬. નિજ સ્વરૂપ માંહી રમે જી, ભેળા રહત અનંત, પદ્મવિજય તે સિદ્ધનુંજી, ઉત્તમ ધ્યાન ધરંત. ગુણાકર. ૭.
Jain Education International
For Personal & Private Use Only
૭૩
www.jainelibrary.org