________________
–
આ શ્રેયાંસનાથ પ્રભુનું ચૈત્યવં
શ્રી શ્રેયાંસનાથ પ્રભુનું ચૈત્યવંદના શ્રી શ્રેયાંસ અગ્યારમા, વિષ્ણુ નૃપ તાય, વિષ્ણુ માતા જેહની, એંશી ધનુષ્યની કાય છે ૧ વરસ ચોરાશી લાખનું, પાલ્યું જેણે આય, ખગ્રી લંછન પદકજે, સિંહપુરનો રાય | ર છે રાજ્ય તજી દીક્ષા વરીએ,જિનવર ઉત્તમ જ્ઞાન, પામ્યા તસ પદ પાને, નમતાં અવિચલ થાનો ૩
સ્તવન છવીસ સહસ લખ છાસઠ જી, વરસ સો સાગર એક. ઉણાં કોડિ સાગરતણુંજી, શ્રેયાંસ અંતર છેક રે, ભવિકા વંદો શ્રી જિનરાજ, તમે સારો આતમ કાજ રે. .. ૧. જેઠ વદિ છદ્ધિ દિનેજી, ફાગણ વદિમાં રે જોય, બારસ ને દિને જનમીયાજી, કંચન વરણા હોય રે. ભવિકા. ૨. એંશી ધનુષ કાયા કહીજી, જાસ સુગંધી રે શ્વાસ, ફાગણ વદિ તેરસે ગ્રહેજી, સંયમ સુખ આવાસ રે. ભવિકા. ૩. જ્ઞાન અમાસ માહ માસનીજી, આયુ ચોરાશી લાખ. વર્ષા શ્રાવણ વદિશિવ વર્માજી, ત્રીજદિને ઈમ ભાખરે. ભવિકા. ૪. જિન કલ્યાણક દીઠડાંજી, ધન્ય ઉત્તમ નરનાર, પદ્મ કહે સફળો કર્યોજી, માનવનો અવતાર રે. ભવિકા. ૫.
થોચા
વિષ્ણુ જય માત, જેહના વિષ્ણુ તાત, પ્રભુના અવદાત, તીન ભુવન મેં વિખ્યાત, સુરપતિ સંઘાત, જાસ નિકટ આયાત, કરી કર્મનો ઘાત, પામીયા મોક્ષ સાત. ૧.
૭૨ ]
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org